તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં રાજ્યપાલે ધ્વજારોહણ કરી શિવરાત્રી કુંભમેળાને વિધિવત ખુલ્લો મુક્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓ.પી. કોહલીએ ધ્વજાનું પૂજન કર્યું - Divya Bhaskar
ઓ.પી. કોહલીએ ધ્વજાનું પૂજન કર્યું
  • ભવનાથ ઝોનલ ઓફિસ સામેની જગ્યા સાધુઓને ધૂણા માટે અપાઇ  

જૂનાગઢ: રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરી ગિરનાર શિવરાત્રી કુંભમેળાને વિધિવત ખુલ્લો મુક્યો છે. આ તકે ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ, ઇન્દ્રભારતી બાપુ, મોટાપીર બાવા તનસુખગીરી બાપુ, હરિહરાનંદજી, ઋષીભારતી, મુચકુંદ ગુફાની જગ્યાના મહંત મહેન્દ્રગિરી મહારાજ સહિતના અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. 4 માર્ચના રવેડી અને મૃગીકુંડમાં સાધુઓના સ્નાન બાદ મેળો સંપન્ન થશે.
 

1) ઘોડેશ્વાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ

મેળામાં આવનાર લોકોની સુરક્ષા મામલે તંત્ર કોઇ કસર છોડવા માંગતું ન હોય ઘોડેશ્વાર પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ભવનાથ ઝોનલ ઓફિસ સામેની જગ્યામાં મનપાએ સ્ટોલ ઉભો કર્યો હતો. જો કે આ જગ્યામાં ધૂણા બનતા હોય સાધુઓની રજૂઆત બાદ કોઇ વિવાદ ન સર્જાય તે માટે આ જગ્યા ધૂણા માટે ફાળવી દેવામાં આવી છે.

મેળાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. ભાવિકોનું આગમન થતા અન્નક્ષત્રોનો પણ ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાવિકોને ભાવતા ભોજનીયા પિરસવામાં આવી રહ્યા છે. લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાના હોય ત્યારે સફાઇને ધ્યાને લઇ મનપા દ્વારા 400થી વધુનો સ્ટાફ ગોઠવી ભવનાથમાં સફાઇ કરાવવામાં આવી રહી છે તેમજ દવાનો પણ છંટકાવ કરાઇ રહ્યો છે. 

-તા.27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રીક્ષા, મનપા મીની બસ, એસટીમીની બસ સિવાયના તમામ વાહનો માટે પ્રવેશ બંધી  -તા.28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી નાના અથવા મોટા વાહનો ભવનાથમાં પ્રતિબંધ  -તા.4 માર્ચના સવારના 10 થી તા.5 માર્ચ સવારના 10 સુધી ભરડાવાવથી તમામ પ્રકારના વાહનોને ભવનાથ તળેટીમાં જવા પ્રતિબંધ  -યાત્રાળુઓને ગીરનાર ઉપર અંબાજી મંદિર સુધી જવા માટે ગીરનાર પગથીયાથી મુખ્ય સીડી પર જઇ શકશે તથા પરત ઉતરવા માટે મુખ્ય સીડી બંધ રહેશે.  -ગીરનાર પરથી ઉતરવા ગૌમુખી ગંગાની જગ્યા પાસેથી ભરતવન-શેષાવનના રસ્તેથી જતી સીડી યાત્રાળુઓને ઉતરવા માટે ખુલ્લી રહેશે.  -યાત્રાળુ વડલી ચોકથી ડાબી બાજુ ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે જ્યારે વડલી ચોકથી -મંગલનાથ બાપુની જગ્યા તરફ જવાનો રસ્તો બંધ રહેશે. 

-ગીરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીથી પ્રવેશી શકાશે.  -ગીરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગીરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશ કરશે.  -છગનમામાની સોસાયટીમાં થઇને ભવનાથ તરફ જતા વાહનો લઇ જવા માટે પ્રતિબંધ રહેશે.  -ગીરનાર દરવાજાથી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી જવા માટે બંધ.  -સોનાપુરીથી ભરડાવાવ તરફ જવાનો રસ્તો જવા માટે બંધ  -વડલી ચોકથી આવ્યા પછી ડાબી બાજુ મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકાશે. મંગલબાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકાશે નહી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો