સેન્સ પ્રક્રિયા / જૂનાગઢમાં ભાજપના નેતાઓ લાખોની કારમાં આવી લોકસભાની ટિકિટ માગી, 9એ કહ્યું વર્તમાન MP નહીં તો 'હું'

DivyaBhaskar.com | Updated - Mar 16, 2019, 10:33 AM
માત્ર 6 કારની કિંમત જ 95 લાખ
માત્ર 6 કારની કિંમત જ 95 લાખ
X
માત્ર 6 કારની કિંમત જ 95 લાખમાત્ર 6 કારની કિંમત જ 95 લાખ

  • તાલાલા બેઠકની લ્હાયમાં ગીર-સોમનાથ જિલ્લાનાં એક પણ ભાજપનાં નેતાએ લોકસભાની ટિકીટની માંગ ન કરી 
     

જૂનાગઢ: જૂનાગઢમાં ભાજપનાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે દાવેદારો લાખોની ગાડીઓમાં સવાર થઇ ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. પ્રજાની સેવા માટે ટિકીટ માંગતા ભાજપનાં નેતાઓ લાખોની ગાડીઓમાં ફરી રહ્યા છે. ચૂંટણી સમયે જ જમીન ઉપર પગ રાખે છે. અન્યથા તો લાખોની ગાડીઓમાં ફરી રહ્યાં છે. અહીં આવેલી માત્ર 6 ગાડીની કિંમત 95 લાખ જેવી થતી હતી. લોકસભાની ટિકિટ માગવા આવેલા ભાજપના 9 નેતાઓએ કહ્યું હતું કે, વર્તમાન સાસંદ નહીં તો હું.

જૂનાગઢ લોકસભા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી

1.જૂનાગઢ લોકસભાની બેઠક માટે ભાજપના અનેક દાવેદારો હોય તેમની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નિરીક્ષક તરીકે ચીમનભાઇ સાપરીયા હાજર રહ્યા હતા. તમામને સાંભળ્યા બાદ આ અંગેનો અહેવાલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આ અહેવાલ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યાંથી જૂનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવારનું નામ પસંદ કરી જાહેર કરવામાં આવશે. 
વર્તમાન સાસંદ સહિત 10 દાવેદારોએ ટિકિટ માગી
2.જૂનાગઢ જિલ્લામાંથી વર્તમાન સાંસદ ઉપરાંત 9 મળી કુલ 10 દાવેદારો મેદાનમાં આવ્યા હતા અને પોતાની દાવેદારી રજૂ કરી હતી. પોતે ક્યાં કારણોસર દાવેદારી કરી રહ્યા છે અને જીતની કેટલા નજીક છે તેની વાત દાવેદારોએ નિરક્ષકો સમક્ષ રજૂ કરી હતી. તેમજ સાંજે ગીર-સોમનાથ જિલ્લાનાં ભાજપનાં નેતાઓને સાંભળવામાં આવ્યા હતા. જો કે અહીં પણ વર્તમાન સાંસદને ટિકીટ આપવાની રજુઆત કરાઇ હતી. બીજી તરફ ગીર-સોમનાથ જિલ્લાનાં કેટલાક ભાજપનાં નેતાઓને તાલાલા બેઠક પરથી લડવા માંગતા હોય લોકસભાની ટિકીટથી દૂર રહ્યા હતા. 
રાજેશભાઇને ટિકીટ ન મળે તો દાવેદારી
3.જૂનાગઢ લોકસભાની બેઠકના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાંથી વર્તમાન સાંસદ સહિત 10 દાવેદારો છે. જો કે બાકીના 9 દાવેદારોએ જણાવ્યું હતું કે જો વર્તમાન સાંસદ રાજેશભાઇ ચુડાસમાને ટિકીટ ન મળે તો ટિકીટ માટે અમારી દાવેદારી છે. 
કોણ કોણ દાવેદારો
4.જ્યોતિબેન વાછાણી, યોગીભાઇ પઢીયાર, જી.પી.કાઠી, ગીતાબેન માલમ, ભગવાનજીભાઇ કરગઠીયા, મહેન્દ્ર મશરૂ, ડો.ડી.પી. ચિખલીયા, ભાવનાબેન હિરપરા, નિરૂબેન કાંબલીયા તેમજ વર્તમાન સાંસદ રાજેશભાઇ ચુડાસમા. 
કંઇ જ્ઞાતિના ઉમેદવાર
5.દાવેદારોમાં કોળી સમાજના 4, પટેલ જ્ઞાતિના 3, કારડીયા જ્ઞાતિના 1, લુહાણા જ્ઞાતિના 1 અને આહિર જ્ઞાતિના 1 મળી કુલ 5 જ્ઞાતિના 10 દાવેદારો મેદાનમાં આવ્યા છે. આ બેઠક કોળી પ્રભુત્વવાળી છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App