તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ કેસનાં આરોપી સ્વામીને શોધવા જૂનાગઢ પોલીસનો વડીયામાં ધરમનો ધક્કો, આરોપી પોલીસ પકડથી દુર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્યામ સુંદર સ્વામીને શોધવા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા 
જુનાગઢ:એક પરિણિતાને પતિ સાથે સમાધાન કરાવવા મુદ્દે વડીયા સ્વામીનારાયણ મંદિરના આનંદ સ્વામીએ મહિલાને છરી બતાવી કારમાં દુષ્કર્મ આચર્યુ હોવાના કેસમાં જુનાગઢ પોલીસ સ્વામીની શોધખોળ માટે વડીયા ખાતે દોડી આવી હતી. જો કે અહી પોલીસને ધરમનો ધક્કો થયો હતો. આ ઉપરાંત સ્વામીની મદદગારીમાં ગોંડલના શ્યામસુંદર સ્વામીની પણ મદદગારી હોવાથી પોલીસ ગોંડલ પણ દોડી ગઇ હતી. 

1) આનંદ સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ ગુજાર્યુ

વડીયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદસ્વામી અને ગોંડલના શ્યામસુંદર સ્વામી પર જૂનાગઢ સી-ડીવીજન પોલીસ મથક ખાતે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે વડિયા સ્વામિનારાયણ મંદિરના આનંદ સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ ગુજાર્યુ છે. આ સાથે મદદગારીમાં ગોંડલનાં શ્યામસુંદર સ્વામી પણ સાથે હતાં. ત્યારે આ દુષ્કર્મની તપાસ અને બંને સ્વામીઓને શોધવા જૂનાગઢ સી ડિવિઝનના પીએસઆઇ પી.બી.લકકડ અને તેમની ટીમ ગોંડલ ખાતે શ્યામસુંદર સ્વામીની ધડપકડ કરવા માટે ગયેલી અને બાદમાં વડીયા સ્વામિનારાયણ મંદિર ખાતે જૂનાગઢ પોલીસ આનંદ સ્વામી કયાં છે ? તેવી તપાસ અને તજવીજ કરેલ પરંતુ બંને આજદિન સુધી પોલીસ પકડની બહાર છે. 

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયા નોંધાવતા પીએસઆઇ પી.બી.લક્કડ તપાસ ચલાવી રહ્યાં છે અને સ્વામી આનંદ સ્વરૂપદાસજી અને ડ્રાઇવરની શોધખોળ આદરી છે. જેમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના સીટીમાં પોલીસે બન્નેની શોધખોળ કરી છે. પરંતુ હજુ સુધી ભાળ મળી નથી ત્યારે સ્વામી અને ડ્રાઇવર સૌરાષ્ટ્રની બહાર હોવાનું પોલીસે જણાવ્યું હતું અને અન્ય જિલ્લામાં શોધખોળ આદરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો