તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના ભાજપના ઉમેદવાર ચૂડાસમાનો વિરોધ, ડાયરામાં બોટલ ફેંકી મતદારોએ કહ્યું આને હાંકી કાઢો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોનો વિરોધ - Divya Bhaskar
લોકોનો વિરોધ
  • રાજેશ ચૂડસામાનો ભુવાટીંબી ગામમાં વિરોધ

જૂનાગઢ:ગઈકાલે સાંજે કોડીનાર તાલુકાના ભુવાટીંબી ગામમાં નકુલ પરિવારના કુળદેવી ભુવડધામ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા મહેમાન તરીકે આવતા લોકોએ તેની હકાલપટ્ટી કરાવી હતી અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં લોકએ બોટલો ફેંકીને ચૂડાસમાને હાંકી કાઢ્યા હતા.

લોકોએ ચુડાસમાનો ભારે વિરોધ કર્યો :મોટી સંખ્યામાં ઉપસ્થિત કારડીયા રાજપૂત સમાજના લોકોએ રાજેશ ચૂડસમાનો વિરોધ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ હલ્લાબોલ કરતાં રાજેશ ચૂડાસમાને સ્થળ છોડીને જવાની ફરજ પડી હતી. લોકો એટલા આક્રમક મુડમાં હતા કે તેઓને રોકવા માટે સ્ટેજ પર ઉપસ્થિત રાજપૂત સમાજના આગેવાને મા ભવાનીના સોગંદ આપી લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ તેને કહ્યું કે રાજપૂતોને આવું શોભા ન દે. સંયમ રાખો રાજેશ ચૂડાસમાને અહીંથી ભગાડી દેવામાં આવ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.  

અન્ય સમાચારો પણ છે...