તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

27મીએ ભવનાથના મેળાનું ધ્વજારોહણ, 75મી રવાડી અને કુંભ મેળો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શિવરાત્રીની અનાદિકાળથી ઉજવણી પરંતુ 74 વર્ષ પહેલાં મેળામાં રવાડીની શરૂઆત કરાઇ હતી
 • ચાલુ વર્ષે 75મી રવાડી નિકળશે : ગત વર્ષે સરકારે ભવનાથનાં મેળાને મિનીકુંભનો દરજ્જો આપ્યો હતો
જૂનાગઢઃ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો. ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રીના કુંભમેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. 26 ફેબ્રુઆરીના સંતોના નગરપ્રવેશ બાદ 27મી એ ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ સાથે મેળાનો વિધીવત પ્રારંભ થશે. 4 માર્ચ સુધી ચાલનાર મેળાને લઇને તમામ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.સાધુ- સંતોનું આગમન થઇ રહ્યું છે, ધૂણા બનવા લાગ્યા છે, અન્નક્ષેત્રો દ્વારા પણ તૈયારી થઇ રહી છે અને વહિવટી તંત્ર પણ સજ્જ થઇ રહ્યું છે. ખાસ કરીને કુંભમેળાને લઇ ભાવિકોની તેમજ સાધુ સંતોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને ધ્યાને રાખી તૈયારીઓ થઇ રહી છે. શિવરાત્રીનાં મેળાને લઇ સુરક્ષા પણ વધારાઇ છે. અન્નક્ષેત્રોવાળા ભવનાથમાં પહોંચી ગયા છે.

1888માં મેળાનો ઉલ્લેખ મળે છે એ મુજબ મેળાને 131 વર્ષ પૂર્ણ થયા છે. શિવરાત્રીનાં મેળાથી લઇ કુંભ મેળા સુધી સફર થઇ છે. શિવરાત્રીનાં મેળામાં પહેલાં લોકો બળદ અને ઘોડાગાડી લઇ આવતા હતા. તેમજ જાતે રસોઇ બનાવતા હતા. આજે અત્યંત આધુનિક કુંભ મેળો થયો છે. વર્તમાન મેળામાં રોશનીનો ઝગમગાટ, મોંઘા વાહનો અને એસી ટેન્ટ, જાણીતા કલાકારોનો સમાવેશ થયો છે.

 • 26 ફેબ્રુઆરી, મંગળવાર, 2 થી 6 : ભૂતનાથથી ભવનાથ સંતોનો નગર પ્રવેશ.
 • 27 ફબ્રુઆરી,બુધવાર, 9 વાગ્યે ભવનાથ મંદિર ધ્વજા રોહણ,11 વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારનું ઉદ્ધાટન, 11 :30 વાગ્યે 51 લાખ રૂદ્રાક્ષના શિવલીંગનું પૂજન, સાંજે 6 વાગ્યે લેસર શોનું ઉદ્ધાટન, રાત્રીના 8 થી 10 સ્થાનીક કલાકારોનો કાર્યક્રમ.
 • 28 ફેબ્રઆરી, ગુરૂવાર, સાંજના 4 થી 6 ભૂતનાથથી ભવનાથ ડમરૂ યાત્રા, 6 :30 વાગ્યે લેસર શો, રાત્રીના 8 થી 10  શિવ આરાધના.
 • 1 માર્ચ,શુક્રવાર, પ્રકૃતિધામ ખાતે 3 થી 6 ધર્મસભા,રાત્રીના 8 થી 10 કૈલાસ ખેરનો કાર્યક્રમ.
 • 2 માર્ચ, શનિવાર, 3 થી 6 ધર્મસભા, 6:30 લેસર શો, રાત્રીના 8 થી 10 લોકડાયરો.
 • 3 માર્ચ, રવિવાર, 3 થી 6 ધર્મસભા, 6 વાગ્યે  મહાઆરતી, 6:30 લેસર શો, રાત્રીના 8 થી 10 લોકડાયરો.
 • 4 માર્ચ, સોમવાર,  સાંજે 6:30 વાગ્યે લેસર શો, રાત્રીના 10 વાગ્યાથી રવેડી.
 • ધૂણાઃ  ધૂણી ધખાવી રહ્યા છે. અંદાજે 120થી વધુ ધૂણા જોવા મળશે.
 • મનોરંજનઃ આ વખતે 51 લાખ રૂદ્રાક્ષનું શિવલીંગ બનાવાયું હોય મેળાની જગ્યામાં ઘટાડો થશે. જોકે નાના ચકડોળ,ફજર ફાળકા તેમજ અન્ય રાઇડસો પણ હશે.
 • ધંધાર્થીઓઃ સમગ્ર સૌરાષ્ટ્રના મળી 150થી વધુ ધંધાર્થીઓ આવશે અને રોજગારી મેળવશે.
 • યાત્રાળુઓઃ  દર વર્ષે 6 થી 7 લાખ ભાવિકો આવતા હોય છે. આ વર્ષે કુંભમેળો હોય યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

 વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શિવરાત્રીનાં મેળામાં આવ્યા હતા. જેના 10 વર્ષ બાદ એટલે કે વર્ષ 2018માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રવાડીમાં આવ્યા હતા. ચાલુ વર્ષે ગુજરાતનાં મુખ્યમંત્રી તેમજ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગિ આદિત્યનાથ સહિતનાં અનેક મંત્રીઓ મેળામાં આવશે.

 • વડલી ચોક, રૂપાયતન અને સ્મશાન પાસે વોચ ટાવર બનાવાશે. 
 • બેગેઝ સ્કેનર મશીન પ્રથમ વખત આવશે જેથી બેગમાં રહેલી શંકાસ્પદ વસ્તુ હોય તો જાણી શકાશે.
 • શહેરના કાળવા ચોક, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિત કુલ 4 સ્થળે એલઇડી સ્ક્રિન મુકાશે જેના પરથી શિવરાત્રી મેળાનું લાઇવ પ્રસારણ થશે.
 • સાધુ સંતોનો નગર પ્રવેશ અને ડમરૂ યાત્રા પણ પ્રથમ વખત જોવા મળશે.
 • 1 માર્ચે પ્રકૃતિધામ ખાતે 3 થી 6 દરમિયાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં હિન્દુ ધર્મસભાના કન્વીનર પરમાત્માનંદજીની વિશેષ ઉપસ્થિતીમાં ધર્મસભા.
 • 2 માર્ચે એ જ   સ્થળે અને એ જ સમયે સાધ્વી રૂતુંભરાદેવીની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાશે.
 • 3 માર્ચનાં રોજ એ જ સ્થળ અને એ જ સમયે મોરારીબાપુ અને કૈલાસાનંદજી મહારાજની ધર્મસભા.
 • કન્ટ્રોલ રૂમઃ  48 સીસીટીવી કેમેરાથી મેળાની તમામ ગતિવિધી પર બાજ નજર રહેશે અને તેનો કન્ટ્રોલરૂમ ભવનાથ પોલીસ સ્ટેશનમાં રહેશે.
 • વ્યવસ્થાઃમેળામાં પાણી, ફાયર, લાઇટ, માહિતી કેન્દ્ર અને આરોગ્ય  વગેરેની કામગીરી માટે મનપાના કુલ 400ના સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.
 • પરિવહનઃજૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી એસટી 50 મિની બસ દોડાવશે જયારે 9 ડેપોની મળી 200 બસ અન્ય શહેરોમાં દોડાવાશે. આમ, એસટી 250 બસોનું સંચાલન કરશે. જરૂર પડયે બસ વધારાશે.
 • ટેન્ટઃ 75 એસી અને 100 નોન એસી ટેન્ટ બનાવાયા છે. એરકન્ડીશનર ટેન્ટમાં એરકન્ડીશન ઉપરાંત હિટર, ઠંડા - ગરમ પાણી,એટેચ ટોઇલેટ બાથરૂમ, 2 બેડ વગેરેની વ્યવસ્થા હશે. આ ઉપરાંત બાજુમાં જ ભોજનની પણ સુવિધા હશે.
 • મંત્રીઓઃ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી,મુખ્યમંત્રી વિજય રૂપાણી,યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આર.સી. ફળદુ,દિલીપ કુમાર ઠાકોર,કુંવરજી બાવળીયા, પુરૂષોત્તમ રૂપાલા,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,જયેશ રાદડીયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહેશે.

ભવનાથમાં શિવરાત્રીનો મેળો આદિકાળથી યોજાઇ રહ્યો છે પરંતુ તમને જાણીને નવાઇ થશે કે આજ સુધીમાં બે વખત શિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો હતો. જેમાં 1945માં ઓછી ઉપજ અને 1946માં શિતળાનો રોગ ફાટી નિકળતા શિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1944માં વિશ્વ યુદ્ધ દરમિયાન યાત્રાળુઓને સીધુ સામાન સાથે લાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જયારે વર્ષ 2012માં ભાગદોડ વખતે રવાડી સદાઇથી યોજવામાં આવી હતી અને બાદ આતંકવાદી ગુજરાતમાં ઘુસ્યાનાં મેસેજનાં પગલે રવાડીનો રૂટ ટુંકાવી દેવામાં આવ્યો હતો.

કૈલાસ ખેર, કિર્તીદાન ગઢવી,માયાભાઇ આહિર, ભરતભાઇ બારૈયા,શિતલબેન બારોટ,પદ્મશ્રી ભીખુદાન ગઢવી,બિરજુ બારોટ,ગીતાબેન રબારી  તેમજ સ્થાનીક અનેક કલાકારો ભજન, શિવતાંડવ, હાસ્યરસ, લોકડાયરો રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો