સિંહણનું બાળ દીપડા માટે માતૃ વાત્સ્લય, ગીરના વૈભવની રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરમાં દીપડાનાં બચ્ચાનો દુશ્મન પ્રજાતિ સિંહણ દ્વારા 6 દિવસથી ઉછેર કરાઈ રહ્યો છે - Divya Bhaskar
ગીરમાં દીપડાનાં બચ્ચાનો દુશ્મન પ્રજાતિ સિંહણ દ્વારા 6 દિવસથી ઉછેર કરાઈ રહ્યો છે
  • સિંહણ દીપડાના બચ્ચાંને સ્તનપાન કરાવતી વનકર્મચારીઓનાં ધ્યાને આવ્યું
  • બચ્ચાં અને સિંહણની વન વિભાગ સતત દેખરેખ
  • વનવિભાગે સિંહણનું નામ રક્ષા અને દીપડાના બચ્ચાંનું નામ મોગલી રાખ્યું
જૂનાગઢ: ગીર પશ્ચિમ વિભાગનાં જંગલમાં 6 દિવસથી એક સિંહણ દીપડાના બચ્ચાંને સ્તનપાન કરાવતી હોય એવું દૃશ્ય વનકર્મચારીઓનાં ધ્યાને આવ્યું. આથી તેઓએ ડીસીએફ ડો. ધીરજ મિત્તલને જાણ કરી. આ બચ્ચાં અને સિંહણની વન વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે. ડો. ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે, વન્યપ્રાણી સૃષ્ટિમાં આવું ક્યારેય બને જ નહીં. છતાં હકીકત સામે છે. આ એક રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના છે. જેમાં એક સિંહણ તેની દુશ્મન પ્રજાતિ ગણાતી દીપડાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે અને તેઓ ઉછેર કરતી હોય. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. વનવિભાગે સિંહણનું નામ રક્ષા અને દીપડાના બચ્ચાંનું નામ મોગલી રાખ્યું છે.
અન્ય સમાચારો પણ છે...