તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુલાબી ઠંડીમાં ગીરમાં 10 સિંહોનો પરિવાર નીકળ્યો મોર્નિંગ વોક પર, વીડિયો વાયરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સવાર યુવાને મોબાઇલમાં દ્રશ્યો કેદ કર્યા
  • જામવાડા- જૂનાગઢ રોડ પર સિંહ યુગલનું મોર્નિંગ વોક

ગીરસોમનાથ: શિયાળાની મોસમ ચાલી રહી છે, ગુલાબી ઠંડીમાં વન્યપ્રાણીઓ સવારે ગુલાબી ઠંડીમાં લટાર મારતા હોય છે. ત્યારે ગીરમાં 10 સિંહોનો પરિવાર ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક પર નીકળ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં બાઇક સવાર યુવાન પોતાના મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા.  

 

(જયેશ ગોંધિયા, ઉના)

1) જૂનાગઢ રોડ પર સિંહ યુગલનું મોર્નિંગ વોક

સિંહ યુગલ મોર્નિંગ વોક કરી રહ્યું હોય તેવો પણ એક વીડિયો વાઇરલ થયો છે. જામવાડા-જૂનાગઢ રોડ પર સિંહ યુગલનો આ વીડિયો છે. વીડિયોમાં જૂનાગઢ જંગલ રોડ પરથી ઉના-જૂનાગઢ રૂટની એસટી બસ પસાર થતી હતી ત્યારે બસને પણ ચાલકે ઉભી રાખી સિંહ યુગલને રોડ પરથી પસાર થવા દેવું પડ્યું હતું. બસના મુસાફરે આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો વાઇરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...