તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેંસાણ પંથકમાં મોરનો શિકાર કરવા જતાં દીપડા અને મોરને શોક લાગતા બંનેનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગે દીપડા-મોરનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યાં
જૂનાગઢ:ભેંસાણ તાલુકાના કરીયા ગામની સીમમાં રાત્રીના સમયે દિપડો શિકારની શોધમાં નિકળ્યો હતો તે દરમિયાન કુવાની પાળ પર બેસેલા મોરને જોઇ શિકાર માટે છલાંગ મારતા મોર વિજપોલ પર ચડી ગયો હતો. દિપડો પણ વિજપોલ પર શિકાર માટે ચડતા દિપડા અને મોર બંન્નેનું વિજશોકથી મૃત્યુ થયુ હતું. બનાવની જાણ થતા કરીયા ગામના સરપંચ અને સુમિત સરવૈયાએ વનવિભાગને  જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓ તેમજ જી.ઇ.બી.ના કર્મચારીઓ સ્થળ પર આવી વિજ પુરવઠો બંધ કરી મોરનાં મૃતદેહને વિજપોલ પરથી નિચે ઉતાર્યો હતો. બાદમાં વન વિભાગના કર્મચારીઓએ પંચનામાની કાર્યવાહી કરી મૃત્યુ પામનાર મોર અને દિપડાને પીએમ માટે સક્કરબાગ, જૂનાગઢ ખાતે મોકલી આપ્યાં હતા.