જૂનાગઢ / ગીરના જંગલમાં શિકારની શોધમાં દીપડો વૃક્ષની ટોચ સુધી ચડી ગયો!

DivyaBhaskar.com

Mar 14, 2019, 11:59 AM IST
વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો
વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો

જૂનાગઢ: સાસણ ગીરનાં દેવળિયા પાર્કમાં આવેલા એક રાયણનાં ઝાડ પર દીપડો શિકારની શોધ કરતો હોય તેવું જોવા મળ્યું હતું. ઝાડ પર ચડેલો આ દીપડો ચોતરફ નજર કરી આસાનીથી શિકાર કરી શકાય એવાં ચિત્તલ, સાબર, જેવાં પ્રાણીઓ ક્યાં છે અને તેના પર કેવી રીતે ઘાત લગાવી શકાય એની જાણે કે વ્યૂહરચના ગોઠવતો હોય એવું દ્રશ્ય જૂનાગઢની વનવિભાગની ડિવિઝન કચેરીનાં કચેરી અધિક્ષક અને વર્ષો સુધી લશ્કરમાં ફરજ બજાવનાર દિનેશભાઇ જાદવના મોબાઇલમાં કેદ થઇ ગયું હતું.

દીપડો મારણ કરવા ઝાડ પર ચઢ્યો: દીપડો સામાન્ય રીતે શિકારને શોધવા અને શિકાર કર્યા બાદ તેનું મારણ કરવા ઝાડ પર ચડી જવા માટે જાણીતો છે. દીપડાની બીજી એક ખાસિયત એ છે કે, તે ખુલ્લામાં નજરે નથી ચડતો. માનવીની હજુ તો નજર પડે ત્યાં તો ઝાડીમાં સરકીને અલોપ થઇ જાય. ત્યારે આ તસ્વીર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં કેટલી મહત્વની ગણાય એ સમજી શકાય એવું છે.

X
વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડોવૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી