તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં સંતોના નગરપ્રવેશથી કુંભમેળાનો પ્રાંરભ થશે, કાલે રાજ્યપાલના હસ્તે ધ્વજારોહણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાલે રાજ્યપાલની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ
  • શહીદોના માનમાં હાથી અને બેન્ડવાજા વિના રવાડી નીકળશે
જૂનાગઢ: જૂનાગઢનાં ભવનાથ ખાતે યોજાનાર મહા શિવરાત્રી કુંભમેળાનો 26 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 6 વાગ્યા પછી સંતોના નગર પ્રવેશ સાથે શરૂઆત કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો યાત્રામાં જોડાશે. ભુતનાથ મંદિર ખાતેથી બપોરનાં સંતોના નગર પ્રવેશની શરૂઆત થશે. જ્યારે 27 માર્ચનાં રોજ રાજ્યપાલ ઓ.પી.કોહલીની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થશે. આ તકે ઋષિપૂજન, ભવનાથ પ્રવેશદ્વારનું લોકાર્પણ, 51 લાખ રૂદ્રાક્ષનાં શિવલીંગનું પૂજન, લેસર શો તેમજ રાત્રીનાં સ્થાનિક તેમજ જાણીતા કલાકાર દ્વારા સંતવાણીના કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 

1) 4 માર્ચ સુધી મેળો યોજાશે

4 માર્ચ સુધી યોજાનાર શિવરાત્રી મેળામાં ડમરૂયાત્રા, લેસર શો, 1 થી 3 માર્ચ સુધી ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાશે. જ્યારે મેળાનાં અંતિમ દિવસ 4 માર્ચે રાત્રીનાં સાધુ-સંતોની રવેડી નિકળશે. આ વર્ષે મહાશિવરાત્રી મેળાને કુંભમેળો જાહરે કર્યો હોય મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેનાર હોય તેને લઇને તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

27 ફેબ્રુઆરીએ રાજ્યપાલની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થશે સાથે ભવનાથ મહાદેવને અભિષેક, દેવી દેવતાઓનું પૂજન તેમજ ભવનાથક્ષેત્રનાં 7 ઋષિઓનું પૂજન કરી ચાદર ઓઢાડી સન્માન કરવામાં આવશે.  એસટી દ્વારા 375 બસ દોડાવાશે. કુંભ મેળા માટે એસટી દ્વારા 50 મીની બસ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી દોડાવાશે. જેનું ભાડું 20 રૂપિયા રાખવામાં આવશે. જ્યારે અન્ય શહેરો માટે 225 બસ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર વિભાગની 100 બસ મળી કુલ 375 બસ દોડાવવામાં આવશે. આ બસ સેવાનો 27 ફેબ્રુઆરીનાં સવારનાં 10:30 કલાકે એસટી બસ સ્ટેન્ડ ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. 

શિવરાત્રી મેળામાં પ્રથમ વખત ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીએ ભુતનાથથી ભવનાથ સુધીની ડમરૂ યાત્રા યોજાશે. જેમાં રૂદ્રનાં 11 અવતાર અનુરૂપ 1100 ડમરૂ સાથેની યાત્રા યોજાશે. જેમાં સાધુ-સંતો ભષ્માલેપ સાથે જોડાશે.  ભવનાથ પ્રવેશદ્વારમાં મૂર્તિ મૂકાશે   

ભવનાથ ખાતે 51 ફૂટ ઉંચા 51 લાખ રૂદ્રાક્ષથી શિવલીંગ બનાવવામાં આવ્યું છે. જેના દર્શન માટે ભાવિકો ઉમટી પડશે. જો કે, આ શિવલીંગ કાયમી માટે નહીં રહે પરંતુ મેળા બાદ શિવલીંગનું વિસર્જન કરવામાં આવશે. શિવલીંગને લઇ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના કુંભ મેળાને લઇને અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. જો કે ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે બારેય માસ અન્નક્ષેત્ર ધમધમતું રહેશે. દરમિયાન મેળામાં આવતા ભાવિકોને દરરોજ દેશી ઘીનો મોહનથાળ અને ગરમા ગરમ ભજીયા પિરસવામાં આવશે. આ અંગે મહંત શેરનાથબાપુએ જણાવ્યું હતું કે શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને ધ્યાને લઇને પ્રાથમિક ધોરણે દેશી ઘીના 80 ડબ્બા, સિંગતેલના 400 ડબ્બા, 70 ગુણી ભાતના ચોખા, 700 કિલો દાળ,70 મણ મગ, 150 મણ ખીચડીના ચોખા, 300 મણ ઘઉં, 100 મણ બાજરો, 125 કટ્ટા ચણાનો લોટ મંગાવીને રાખવામાં આવ્યો છે. મેળા દરમિયાન અંદાજીત 20,000 કિલો શાકભાજીનો પણ વપરાશ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો