જૂનાગઢ / વિસાવદરની સભામાં સંખ્યા ન થતાં રૂપાણી હેલિપેડથી રવાના થઇ ગયા

Divyabhaskar.com

Apr 16, 2019, 12:12 AM IST
junagadh-bjp-cancel-cm-vijay-rupanis-visavadar-programme-

  • સભામાં જાહેરાત કરાઇ કે, મુખ્યમંત્રી સભામાં નથી આવવાના, લોકોની માફી મંગાઇ
  • 3500 ખુરશીઓ ગોઠવી હતી પણ સભાના સમય સુધી માંડ 300-400 લોકો એકઠા થયા 

જૂનાગઢ: વિસાવદરમાં ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી ભાજપની બેઠક સુપર ફ્લોપ શો સાબિત થઇ હતી. ભાજપ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી પત્રિકામાં સભાનો સમય સવારે 9 વાગ્યાનો રાખ્યા બાદ રાત્રે સત્તાવાર રીતે 10:30 વાગ્યાનો સમય હોવાની માહિતી પ્રદેશ ભાજપે મિડીયાને આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે 10:10 મિનીટે વિસાવદર હેલિકોપ્ટર મારફત પહોંચી પણ ગયા હતા.

પરંતુ ભીડ ન હોવાની જાણ સીએમને થતાં તેઓ હેલિપેડથી 3 કિમી દૂર આવેલા સભાસ્થળને બદલે 2 કિમી દૂર આવેલા સત્તાધારની જગ્યાનાં દર્શને જતા રહ્યા હતા. બીજી તરફ સભા 10:56 મિનીટે શરૂ થઇ. જેમાં સ્વાગત પ્રવચનમાં જાહેરાત કરી કે, મુખ્યમંત્રી સભામાં ન આવતા હોવાનો તેમનો ફોન આવ્યો હતો. તેમણે વિસાવદરવાસીઓની માફી માંગી છે.

બાદમાં જિલ્લા ભાજપ સભ્યએ કહ્યું હતું કે, અમે સીએમને રીસીવ કરવા હેલિપેડ ગયા ત્યાં તેમણે અમને અચાનક જ કોડીનાર અમિત શાહના કાર્યક્રમમાં હાજરી આપવા જવું પડે એમ હોવાનું કહ્યું હતું. જોકે, સીએમ કોડીનાર પહોંચ્યા નહોતા. તેઓ સત્તાધારમાં દર્શન કર્યા બાદ સીધા જ કેશોદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની સભાના સ્થળથી માંડ 300 મીટર છેટે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. આ તકે પુંજાભાઇ વંશની સભા પણ યોજાઇ હતી.

X
junagadh-bjp-cancel-cm-vijay-rupanis-visavadar-programme-
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી