તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ બેઠકમાં 12%, પોરબંદર બેઠકમાં 8% આહિર સમાજનાં મત, લોકસભા-કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ફાયદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માણાવદરનાં MLA ભાજપમાં જોડાતા BJPને મોટા ગજાનાં આહિર નેતા મળ્યાં
જૂનાગઢ:માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં મેન્ડેડથી જીતતા આવતા જવાહરભાઇ ચાવડા શુક્રવારે ભાજપમાં જોડાયા છે. જવાહરભાઇ ભાજપમાં જોડાતા સોરઠનાં રાજકારણમાં ભુકંપ આવી ગયો છે. કોંગ્રેસની કરોડરજ્જુ તુટી ગઇ છે. બીજી તરફ ભાજપને સીધો જ ફાયદો થયો છે. સોરઠમાં ભાજપ પાસે આહિર સમાજનાં મોટા ગજાનાં કોઇ નેતા ન હતા. જવાહર ચાવડાની એન્ટ્રીથી ભાજપને તે ખોટ પૂર્ણ થઇ છે. એટલુંજ નહીં લોકસભાની ચૂંટણી પહેલા જવાહર ચાવડા ભાજપમાં આવતા જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકને પણ તેમનો લાભ મળશે. કારણકે પોરબંદર બેઠકમાં જવાહર ચાવડાનો મત વિસ્તાર આવે છે અને સોરઠમાં આહિર સમાજમાં તેનું પ્રભુત્વ છે જેનો લાભ ભાજપને મળશે.

1) મનપાની ચૂંટણીમાં ભાજપને લાભ થશે

જૂનાગઢ જિલ્લામાં આહિર સમાજનાં 91 હજારથી વધુ મત છે. જ્યારે પોરબંદર બેઠકમાં  કેશોદ, માણાવદર મળી 70 હજારથી વધુ મત આહિર સમાજનાં છે આ ઉપરાંત જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પણ ભાજપને લાભ જશે. 

લોકસભાની બેઠકમાં સૌથી વધુ મત કોળી સમાજનાં છે. ત્યારે કોળી અને આહિર સમાજનાં એક થવાથી આ બેઠક કોઇપણ પક્ષ જીતી શકે છે. ત્યારે જવાહરભાઇનાં આગમનથી આહિર સમાજનાં મત ભાજપ તરફ વળશે. જેનો ફાયદો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળશે. 

સોરઠનાં આહિર સમાજનાં મોટા નેતાને ભાજપમાં જોડ્યા બાદ હવે ભાજપનું કોળી સમાજનાં નેતા પર નિશાન છે. સોમનાથનાં ધારાસભ્ય ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ ઉના પંથક તરફ પણ ભાજપે નિશાન સાધ્યું છે. 

તાલાલાનાં કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને માણાવદરનાં જવાહરભાઇ ચાવડાએ રાજીનામું આપ્યું છે. આ બંને બેઠક પર આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાશે.