કાજલી ગામના અમ્માબેન 115 વર્ષની ઉંમરે પણ મતદાન કરે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગીર-સોમનાથ જિલ્લામાં 100થી વધુના 188 મતદારો
  • સૌથી વધુ તાલાલા-64, સૌથી ઓછા સોમનાથ-26 મતદાર

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાનાની અંદર 100થી વધુના 188 મતદારો છે. જેમાં સોમનાથ વિધાનસભામાં 26, તાલાલામાં 64, કોડીનારમાં 44 અને ઉનામાં 54 મતદારો છે. આ મતદારો પોતાની 100ની ઉમર પણ મતદાન અચુક કરે છે. ત્યારે મતદારોમાં સોમનાથ વિધાનસભામાં આવતુ વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા સુમરા અમ્માબેન મહમદભાઇ જેઓ 115વર્ષની વય આ લોકસભાની અંદર મતદાન કરી અને લોકશાહીમાં સહભાગી બને છે. અમ્માબેન 115ની વય પણ કાને યોગ્ય રીતે સાંભળી શકે છે અને આંખોમાં ખુબ ઓછુ દેખાઈ છે. તેઓ દરેક ચૂંટણીની અંદર અચુક મતદાન કરતા હોય છે. તેઓ કહી રહ્યાં છે કે જ્યારે દેશમાં પહેલી વખત મતદાન કરવામાં આવ્યું ત્યારે મત પેટી લઈને ધરે આવતા અને મતદાન માટે કહેતાં હતા.