તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીરની તુલસી શ્યામ રેન્જમાં ઈન્ફાઈટમાં 3 દિવસમાં 2 દીપડાના મોત

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસ પેહલા તુલસી શ્યામ રેન્જના ઇગોરાળા રેવન્યુ વિસ્તારમાંથી પણ મૃતદેહ મળ્યો હતો
 • મૃત દીપડાના માથા અને ગળા ભાગે પંજા અને દાંતના નિશાન મળ્યા
 • સ્થાનિક વનતંત્રને સ્થળ તપાસમાં આસપાસ સિંહ કે સિંહણના પંજાના નિશાન દેખાયા
 • મૃતદેહનું ખાંભાની રેન્જ કચેરીએ પેનલ પીએમ કરાયું

ખાંભા: તુલસી શ્યામ રેન્જમાં નવા વર્ષની શરૂઆતમાં દીપડા માટે માઠી બેઠી હોઈ તેમ માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળાના દિવસોમાં બે દીપડાના ઇનફાઇટમાં મોત થયા છે. બે દિવસ પહેલા ખાંભાના નાના વિસાવદર રેવન્યુ વિસ્તારમાં એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે રબારીકા રાઉન્ડ નીચે આવતા સાળવા રેવન્યુ વિસ્તારમાં વધુ એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો.  


1) પેનલ પીએમમાં પુષ્ટિ

 • રબારિકા રાઉન્ડના સાળવા રેવન્યુ વિસ્તારમાં આવેલા ખડીયા ગૌચર વિસ્તારમાં 3 થી 4 વર્ષના નર દીપડાનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગે દીપડાના મૃતદેહને કબજે લીધો હતો. 
 • દીપડાના માથા તેમજ ગળાના ભાગે દાંત અને નખના નિશાન મળી આવ્યા હતા 
 • વન વિભાગે દીપડાના મૃતદેહની આજુબાજુમાં સિંહ કે સિંહણના પંજાના નિશાન મળ્યા હતા
 • દીપડાનું મોત પણ ઇનફાઇટમાં થયું હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે
 • તેનું ખાંભા ખાતે આવેલી રેન્જ કચેરી ખાતે પેનલ પીએમ કરવામાં આવ્યું
 • પેનલ પીએમ કરનારા ડોક્ટરએ પણ ઇનફાઇટમાં દીપડાનું મોત થયું હોવાનું જણાવ્યું 
અન્ય સમાચારો પણ છે...