તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

900 કરોડની છેતરપીંડી કરનાર મુંબઇની અથર્વ ફોર યુ કંપનીના એમડી, ચેરમેન સહિત 4ની ધરપકડ કરી જૂનાગઢ લવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશના 3 લાખ લોકો સાથે એકના ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા
  • બે આરોપી હજી પોલીસ પકડથી દૂર, અથર્વ ફોર યુ કંપની સામે ફરિયાદ નોંધાઇ હતી

જૂનાગઢ: દેશમાં ત્રણ લાખ લોકો સાથે 900 કરોડથી વધુ રૂપિયાની છેતરપીંડી કરનાર અથર્વ ફોર યુ કંપનીના એમડી, ચેરમેન, ડિરેક્ટર સહિત ચાર આરોપીની ધરપકડ કરી જૂનાગઢ લાવવામાં આવ્યા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મુકેશ બાબુલાલ નરસાજી સુંદેશા, સચિન હનુમંત મારૂતિ ગોસાવી, ગણેશ રામદાસ નારાયણ હઝારે અને શિવાજી શંકર આબા નિકાડેની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર, ગોવા, સેલવાસ, ગુજરાત રાજ્યના મળી આશરે ત્રણ લાખથી પણ વધુ લોકો છેંતરવપડીનો ભોગ બન્યા છે. જેમાં જૂનાગઢના ચોરવાડના 1000થી વધુ લોકો ભોગ બન્યા હોય મુંબઇની આર્થર રોડ જેલ ખાતેથી આરોપીઓનો કબ્જો મેળવીજૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા. 

ચોરવાડના 1000થી વધુ લોકો પાસેથી 16,95,000 રૂપિયા પડાવ્યા હતા
આ કામના આરોપીઓએ ચોરવાડ ખાતે અર્થવ ફોર યુ ઇન્ફ્રા એન્ડ એગ્રો લીમીટેડ નામની કંપની ખોલી લોકોને વિશ્વાસમાં લઇ પાકતી મુદતે નાણા ડબલ અથવા તો વધુ પ્રમાણમાં નફો મળશે તેવો વિશ્વાસ સંપાદન કરી ફરિયાદ હકિકત મુજબ રૂ.16,95,000ની રકમ જમા લઇ મુદલ રકમ કે વ્યાજ નહીં આપી તમામ રકમ લઇ જઇ છેતરપીંડી કરી હતી. આ સિવાય અન્ય ભોગ બનનારની રકમ પણ અંદાજે કરોડો ઉપરની થનાર છે. આ રીતે કંપની ખોલી કંપનીના જવાબદારોએ કાવતરૂ કરી છેતરપીંડી કરી તમામે ગુનો આચર્યો હતો. ચોરવાડ ગામના મીનાક્ષીબેન ચનાભાઇ મારફત ચોરવાડ પોલીસ સ્ટેશનમાં આ તમામ આરોપીઓ વિરૂદ્ધ 406, 408, 409, 420, 34, 114, 120(બી) હેઠળ ગુનો નોંધાયો હતો.

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી તપાસની વિગત

  • ઉપરોક્ત આરેય આરોપીઓનો કબ્જો મેળવી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી મુદ્દત હરોળમાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી 10 દિવસના રીમાન્ડની માંગ કરતા નામદાર કોર્ટ દ્વારા 15 જાન્યુઆરી સુધીના રીમાન્ડ મંજૂર કરેલા છે.
  • જાહરે જનતા આ ઠગ કંપની વિશે માહિતી મેળવે અને સામે આવી કંપની દ્વારા ભોગ બનેલ સાહેદોને શોધી કાઢી કંપની દ્વારા ફેલાવવામાં આવેલ ખોટા જુઠાણા પર વિશ્વાસ ન મુકી પોલીસ પાસે આવી પોતાની સાથે થયેલી છેતરપીંડી વિશે પોલીસને જણાવે તે હેતુસર ચોરવાડ, માળીયા વિસ્તારમાં મીટીંગનું આયોજન કરી સાહેદો પાસે સામેથી જઇ શરૂઆતમાં 18 જ ભોગ બનનાર સાહેદો સામે આવ્યા હતા. જેની બદલે કુલ 1000થી પણ વધારે ભોગ બનેલા સાહેદોએ કંપની દ્વારા કરવામાં આવેલ છેતરપીંડી વિશ્વાસઘાતના નિવેદનો લખાવેલ.
  • ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ કંપની સાથે જોડાયેલા તમામ એજન્ટોને શોધી કાઢી તમામને ઘરે રેઇડ કરી આ કંપનીને લગતા તમામ દસ્તાવેજો રેકર્ડ કબ્જે કરવામાં આવ્યા
  • આ કંપની દ્વારા ખોલવામાં આવેલ તમામ ઓફિસો ઉપર રેડ કરી ઓફિસ પરથી કંપનીને લગતા તમામ રેકર્ડ, મુદ્દામાલ, ફર્નીચર, ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, પેન ડ્રાઇવ તેમજ કંપનીના બ્રાઉસર્સ, પેમ્પલેટ, એજન્ટ ફોર્મ, સભ્ય ફોર્મ, કંપનીની સ્કીમોના પેમ્પલેટ, માર્ગદર્શીકા, ફાઇલો, હિસાબોના ચોપડા વગેરે જેવી તમામ કંપનીને લગતી ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવી.
  • (સરમન ભજગોતર, જૂનાગઢ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો