તાલાલા / ભીમદેવલ ગામમાં 8 સિંહો ઘૂસ્યા, રસ્તે રઝળતી ગાયોમાં નાસભાગ મચી, એક ગાયનો શિકાર કરી મિજબાની માણી

આઠ સિંહોએ ગાયનો શિકાર કર્યો

  • ગ્રામજનોએ મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા 

Divyabhaskar.com

Jan 14, 2020, 04:18 PM IST

તાલાલા: તાલાલાના ભીમદેવલ ગામમાં ગત રાત્રે એકસાથએ 8 સિંહો ઘૂસી આવ્યા હતા. આથી ગામમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. સિંહો આવતા જ રસ્તે રઝળતી ગાયોમાં નાસભાગ મચી હતી. ગાયોના ટોળામાંથી એક ગાય અલગ પડી જતા આઠેય સિંહોએ તેના પર હુમલો કરી શિકાર બનાવી હતી. ગાયનું મારણ કરી સિંહોએ મિજબાની માણી હતી. આ દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા.

(જયેશ ગોંધિયા, ઉના)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી