જૂનાગઢ / ગીરના 30 સિંહો ગુજરાતની બહાર જશે બદલામાં 142 પ્રાણી સક્કરબાગને મળશે

30 lions of Giri will go out of Gujarat, in exchange for 142 animal Shakkarbaug will get

  • ગીરમાં રોજ 150 જીપ્સી સિંહ દર્શન માટે ટ્રેક પર જાય છે

Divyabhaskar.com

Jun 12, 2019, 10:22 AM IST

જૂનાગઢ:ગુજરાતમાંથી 30 સિંહો બીજા રાજ્યોના ઝૂને મોકલવામાં આવનાર છે. બદલામાં વિવિધ પ્રજાતિનાં કુલ 142 પ્રાણીઓ સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવનાર છે. સાસણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોનાં પ્રતિનિધીઓ સાથે આ અંગેના એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રૂપિયા 350 કરોડનાં ખર્ચે સિંહોનાં સંવર્ધનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.તેમણે સાસણ ગીર ખાતે સિંહની સારવાર માટે ખાસ ઉભી કરાયેલી અદ્યતન સુવિધાવાળી લાયન એમ્બ્યુલન્સને પણ ફ્લેગ ઓફ આપ્યું હતું. મુખ્યમંત્રીએ સિંહ સદનમાં કાર્યરત હેન્ડીક્રાફ્ટ શોપમાંથી ટીશર્ટ અને કેપ ખરીદ્યા હતાં.

તમામ સિંહોનું એક જ સ્થળેની મોનિટરીંગ કરાશે
મુખ્યમંત્રીએ સાસણ ખાતે સૌથી ઉચ્ચ અને વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી સાથેના ગીર હાઇટેક મોનિટરીંગ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ સાથેજ ગીર અને આસપાસના જંગલ વિસ્તારમાં નિરીક્ષણ હેઠળ મૂકાયેલા તમામ સિંહોનું એકજ સ્થળેથી મોનિટરીંગ થશે. સાથે તેની તમામ એક્ટિવીટી અને વર્તનનો અભ્યાસ કરી શકાશે.

તમામ જીપ્સીમાં જીપીએસ લગાડાશે
ગીરમાં રોજ 150 જીપ્સી સિંહ દર્શન માટે ટ્રેક પર જાય છે. આ તમામને જીપીએસથી સજ્જ કરી તેનું મોનિટરીંગ થશે. જો જીપ્સી રૂટ સિવાય અન્યત્ર જશે તો તુરતજ તે ખબર પડી જશે અને પગલાં લઇ શકાશે.

X
30 lions of Giri will go out of Gujarat, in exchange for 142 animal Shakkarbaug will get
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી