જૂનાગઢ:વંથલીમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે વંથલી અને ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળાઓમાં પુર આવ્યા હતા. જ્યારે રાત્રીનાં બે વાગ્યે વંથલી તાલુકાનાં બાલોટ ગામની સીમમાં એક નવજાત બાળકની તબિયત લથડતા 108ને જાણ કરતા જૂનાગઢ 108ની ટીમ રાત્રે 2 વાગ્યે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે વાડીએ જતાં રસ્તામાં પુલ ઉપર ગોઠણડુબ પાણી હોવા છતાં પણ 108ની ટીમે હિમ્મત દાખવી રેસ્ક્યૂ કરી નવજાત શિશુ અને તેના માતાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
પુલ ઉપર ગોઠણડુબ પાણી હોઇ પહેલાં ચાલીને તપાસ કરી પછી પસાર થયા
રાત્રીનાં બે વાગ્યા હતા. પ્રથમ વંથલીની 108ને બોલાવી હતી. વંથલીની ટીમ જવા નિકળી હતી. પરંતુ વૃક્ષ પડી જવાને કારણે રસ્તો બંધ હોઇ અમને કોલ આપવામાં આવ્યો હતો. હું અને મારા પાયલોટ વંથલીનાં બાલોટ ગામે જવા નિકળ્યા હતા. ખુબ વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓમાં પણ પાણી ભરેલા હતા. કોલરને વાડીથી આગળ જતાં પહેલાં એક નાનો પુલ આવ્યો હતો. આ પુલ પર પાણી જતુ હતું. અમે એમ્બ્યુલન્સ ઉભી રાખી અને તેમાંથી ઉતર્યા હતા. બાદ ચાલીને જોયું હતું કે પુલ ઉપર કોઇ જોખમ તો નથી ને બાદ ગાડી લઇ આગળ ગયા અને કોલર બાળકને સામેથી લઇ આવ્યા હતા. નવજાત કૃણાલ હિતેષભાઇને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપી હતી. બાદ તેમને તાત્કાલીક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
-જયદીપ સિંધવા, ઇએમટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.