જામનગર / કબૂતર ખરીદવાના પૈસાની લેતી દેતી મામલે ચા વાળા યુવાનની હત્યા

આરોપી નરેશ ઉર્ફે નલુ રામજીભાઇ ઢાપા
આરોપી નરેશ ઉર્ફે નલુ રામજીભાઇ ઢાપા

  • 5 દિવસ પૂર્વેની હત્યાનો ભેદ ખુલ્યો, તલવારના ઘા ઝીંકી ઢીમ ઢાળ્યું, આરોપીના રિમાન્ડની તજવીજ

     

Divyabhaskar.com

Jun 19, 2019, 10:02 AM IST

જામનગર:ડેન્ટલ કોલેજ નજીક જુના જીમખાના બિલ્ડીંગમાંથી પાંચ દિવસ પુર્વે મૃતદેહ મળી આવતા પોલીસે હત્યારાના સગડ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. જે દરમિયાન એલસીબીએ આ હત્યાના આરોપીને દબોચી લીધો હતો. કબુતર ખરીદવાનાં પૈસાની લેતી દેતી મામલે ઝઘડાનો ખાર રાખીને તેના મિત્રએ જ યુવાનને તલવારના ઘા ઝીંકી રહેસી નાખ્યાનુ ખુલ્યુ છે.

બાતમીના આધારે આરોપીની ધરપકડ
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા મુકેશ ઉર્ફે વડો રમેશભાઇ પાટડીયાનો ગત બુધવારે મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા પ્રકરણની તપાસમાં એલસીબી પોલીસે પણ ઝુકાવ્યુ હતુ. જે દરમિયાન એલસીબીના પી.આઇ. આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.બી.ગોજીયા અને કે.કે.ગોહિલની અલગ અલગ ટીમોએ પણ ઘટનાસ્થળ આજુબાજુના વિસ્તારોમાં સર્ચ સાથે મૃતક સાથે સંકળાયેલા શખ્સોની પ્રવૃતિઓ પર વોચ રાખીને સીસીટીવી ફુટેજની પણ મદદ મેળવીને હત્યારાના સગડ મેળવવા માટે તપાસ વેગવંતી બનાવી હતી.આ દરમિયાન એલસીબી પીએસઆઇ આર.બી. ગોજીયા અને ટીમ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ટીમે હત્યામાં સંડોવાયેલો મનાતો શખ્સ સુભાષ બ્રિજ નીચે રંગમતિ નદીના પટ્ટમાં હોવાની ચોકકસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને નરેશ ઉર્ફે નલુ રામજીભાઇ ઢાપા(રે.નાગેશ્વર કોલોની)ને સંકજામાં લીધો હતો.જેની પોલીસે પુછપરછ કરતા તેણે આ હત્યાની કબુલાત આપી હતી.

હત્યામાં વપરાયેલી તલવાર પોલીસે કબ્જે કરી
આરોપીને મૃતક મિત્ર મુકેશ સાથે અગાઉ કબુતર ખરીદવાના પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો જે બાબતના ખારના કારણે મૃતકને બોલાવીને તલવારના ઘા ઝીંકીને હત્યા નિપજાવીને નાશી છુટયાનુ તેણે પોલીસ પુછપરછમાં કબુલ્યુ હતુ. પોલીસે હત્યામાં વપરાયેલી તલવાર પણ કબજે કરીને આરોપીની વધુ પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.

X
આરોપી નરેશ ઉર્ફે નલુ રામજીભાઇ ઢાપાઆરોપી નરેશ ઉર્ફે નલુ રામજીભાઇ ઢાપા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી