દ્વારકા / બેટદ્વારકામાં 50 પેસેન્જર બેસાડવાની શરતે બોટ શરૂ

Start the boat on the condition of seating 50 passenger For betdwarka

  • છેલ્લા એક સપ્તાહથી ફેરીબોટ સર્વિસ બંધ હતી
  • વાવાઝોડુના પગલે બોટ સર્વિસ બંધ કરાઈ હતી

Divyabhaskar.com

Jun 19, 2019, 06:50 AM IST

દ્વારકા: ઓખાથી બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ વાયુ વાવાઝોડાની આગાહીના પગલે તા.12થી એટલે કે એક સપ્તાહથી સાવચેતીના ભાગરૂપે ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા બંધ રાખવામાં આવી હતી. ફેરીબોટ બંધ હોવાના પગલે બેટદ્વારકા એક સપ્તાહથી સંપર્ક વિહોણું બન્યું હતું.અને પ્રવાસીઓને બેટદ્વારકાના દર્શન વિના પરત ફરતા હતાં. એક સપ્તાહ બાદ મંગળવારથી ગુજરાત જીએમબી દ્વારા બોટમાં માત્ર 50 જ પેસેન્જરની ક્ષમતાની શરતે ફેરીબોટ સર્વિસ પુન: કાર્યરત કરવામાં આવી છે.

ઓખાથી બેટદ્વારકા સુધી 175 ફેરીબોટ
ઓખા બેટદ્વારકા પહોંચવા માટે એક માત્ર દરિયાઇ માર્ગ છે.બેટદ્વારકા સુધી પહોંચવા માટે ફરજિયાત ઓખાથી બોટમાં સવારી કરી દરિયાઇ માર્ગે બેટદ્વારકા પહોંચવું પડે છે.જે માટે ઓખાથી બેટદ્વારકા સુધી 175 જેટલી ફેરીબોટ ચાલે છે.જે ફેરીબોટમાં નિયમો મુજબ નક્કી કરેલ યાત્રીકો જ બેસાડવાના હોય છે.

50 પેસેન્જર બેસાડવાની શરતે ફેરીબોટ શરૂ કરવા મંજૂરી
વાયુ વાવાઝોડાની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે ફેરીબોટ સર્વિસ એક સપ્તાહથી બંધ હતી. પરિણામે હજારો યાત્રીકો બેટદ્વારકાના દર્શનથી વંચિત રહ્યા હતાં. અને બેટદ્વારકા પણ સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યારે મંગળવારે ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા એક બોટમાં માત્ર 50 જ પેસેન્જરો બેસાડવાની શરતે પુન: ફેરીબોટ શરૂ કરવા મંજુરી આપી છે. જ્યાં સુધી દરિયો શાંત ન થાય અને ગુજરાત મેરિ ટાઇમ બોર્ડ દ્વારા સુચના ન આપવામાં આવે ત્યાં સુધી ફેરીબોટમાં 50 જ યાત્રીકો બેસાડવા સુચના આપાઈ છે.

X
Start the boat on the condition of seating 50 passenger For betdwarka
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી