જીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગના પાંચમાં માળેથી છલાંગ લગાવી દર્દીએ જિંદગી ટૂંકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્દીનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું - Divya Bhaskar
દર્દીનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું
  • ત્રણ દિવસ પૂર્વે આધેડને લોહીની ઉલ્ટીઓ થતી હોય સારવાર માટે હોસ્પિટલ લવાયા હતા

જામનગર: જામનગર જીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગના પાંચમાં માળ પરથી ઝંપલાવી એક દર્દીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. સેતાવડ નજીક નાગરચકલામાં રહેતા અશોક મહેતા નામના આધેડને ત્રણ દિવસ પૂર્વે લોહીની ઉલ્ટીઓ થતી હોય જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં ગત સાંજના તેણે પાંચમાં માળ પરથી નીચે ઝંપલાવતા તેનું મોત નીપજ્યાનું જાહેર થયું છે. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી અને જરૂરી
કાર્યવાહી હાથ ધરી હતી.

(તસવીર: હસિત પોપટ, જામનગર)

અન્ય સમાચારો પણ છે...