જામનગર / બે માળનું મકાન ધરાશાયી થતા 7 લોકો દબાયા, 2ના મોત, 4નો બચાવ, એકને બચાવવાની કામગીરી ચાલુ

લોકોએ બચાવ કાર્ય હાથ ધર્યું
પરિવારજનો રડી પડ્યા
પરિવારજનો રડી પડ્યા
મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા
મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા

  • સ્થાનિક લોકો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી

Divyabhaskar.com

Aug 16, 2019, 05:46 PM IST

જામનગર: જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોક વિસ્તારમાં બે માળનું એક મકાન ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને બેના મોત થયા છે જ્યારે હજુ એક વ્યક્તિ દબાયેલો છે અને તેને બહાર કાઢવાની કામગીરી ચાુ છે. ઘટનાને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ દોડી આવી છે. આ મકાન બે માળનું હતું. કોઇ કારણોસર ધરાશાયી થયું હતું. મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી મુસ્લિમ પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. ફાયર વિભાગ દ્વારા બચાવેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કંઇ વાંધો આવ્યો નથી, હાથમાં થોડોક સોજો આવી ગયો છે. બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમ પણ આવી ગઇ છે.

નજરે જોનાર શું કહે છે

બચાવકાર્યમાં જોડાયેલા અને નજરે જોનાર મકાન માલિકના કૌટુંબિક ભાઇ સલીમભાઇએ જણાવ્યું હતું કે આ મકાન મારા કૌટુંબિક ભાઇ અનવરભાઇ દાઉદભાઇ ગંઢારનું છે. મકાન ધરાશાયી થયું ત્યારે નીચે ટોટલ સાત લોકો દબાયા હતા. જેમાં આગળના ભાગેથી ત્રણ છોકરીઓને બચાવી લીધી છે અને પાછળના ભાગેથી એક વ્યક્તિને બચાવી લીધા છે. મકાનનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી મારા ભાઇનો પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. જેમાં મારા ભાઇ સહિત બે વ્યક્તિ દટાયા છે.

એકની લાશ મળી હજી બે કાટમાળ નીચે દબાયેલા છે

અશોક રાઠોડની લાશ બહાર કાઢી નાંખવામાં આવી છે. જ્યારે અનવરભાઇ અને મોહનભાઇ રાઠોડની બોડી હજુ સુધી મળી નથી. મોહનભાઇની બોડીના પગ દેખાઇ રહ્યા છે. પરંતુ કાટમાળ વધુ હોય હજુ સુધી તેને બહાર કાઢી શકાયા નથી. તેમજ અનવરભાઇ પણ નીચે દટાયેલા હોવાની આશંકા છે.

શું કહે છે ચીફ ફાયર ઓફિસર

જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસનોયએ જણાવ્યું હતું કે, બે માળની ઇમારત ધરાશાયી છે. જેમાં બે દબાયેલા બે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે પરંતુ તેની ઉપર આખુ મકાન હોય તેથી કાટમાળ દૂર કરી રહ્યા છીએ. સાંકડી ગલી હોય જેસીબી કે ક્રેન અંદર આવી શકે તેમ નથી, આજુબાજુના મકાનો પણ જર્જરિત થઇ ગયા છે. તેને પણ સમાકકામ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. એક વ્યક્તિને બહાર કાઢવા માટે અમે રિલાયન્સ કંપનીની મદદ માંગી છે તેની ટીમ આવી છે અને રાજકોટથી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ આવી છે.

(હસિત પોપટ, જામનગર)

X
પરિવારજનો રડી પડ્યાપરિવારજનો રડી પડ્યા
મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યામોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી