જામનગર / જી.જી. હોસ્પિટલમાં લાખોનો પગાર ખાઇ ખાનગી દુકાન ખોલનારા તબીબો સામે પગલાં જરૂરી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Oct 13, 2019, 03:44 AM IST

જામનગરઃ “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ” આ કહેવત જી.જી. હોસ્પિટલના અમુક પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા ડોકટરોને સુપેરે લાગુ પડે છે. શહેર જયાં એકબાજુ રોગચાળાના ભરડામાં છે, લોકોથી હોસ્પિટલ ઉભરાઇ રહી છે ત્યારે અમુક ડોકટરો તેની ખાનગી પ્રેકટીસમાંથી ઉંચા નથી આવતા જે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હાલ 3200 ઉપરાંતના નવા દર્દીઓની ઓપીડી દરરોજની છે. ત્યારે સરકારમાંથી લાખો રૂપિયા પગાર મેળવતા અમુક તબીબોના પેટ જાણે ખાલી જ રહેતા હોય તેમ તેઓ હોસ્પિટલમાં ઓછા અને પોતાની પ્રાઇવેટ પ્રેકટીસમાં વધુ ધ્યાન આપે છે. જેના કારણે દર્દીઓને અને સરકારને બમણો માર પડે છે. ખાનગી દવાખાના ખોલીને બેસેલા તેમજ ખાનગી દવાખાનામાં સેવા આપતા અા તબીબો લાખો રૂપિયાની ઉપરની આવક મેળવે છે અને સરકારના જમાઇ થઇને મહિને 3 લાખ જેવો પગાર પણ પડાવે છે. આ મુદ્દે હવે ફરિયાદો થતા તંત્ર દ્વારા કડક કાર્યવાહીના નિર્દેશો અપાયા છે.

ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન કરાઇ છે
અમરેલીના એક ટુયટર દ્વારા ખાનગી પ્રેકટીશ કરતા ગુજરાતના 300 જેટલા ડોકટરો સામે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે. જેમા જાણવા મળ્યું છે જામનગરના 14 તબીબોના નામ તેમા છે. જેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

અમે તબીબો પાસેથી બાંયધરી પત્ર લઇએ છીએ
ખાનગી પ્રેકટીસની તબીબોને સદંતર મનાઇ છે અમે પગાર કરતા પહેલા તમામ તબીબો પાસેથી એક બાંહેધરી પત્ર લઇએ છીએ જેમાં તેઓ ખાનગી પ્રેકટીશ કરતા નથી અને જો કરત હશે તો થનાર કાર્યવાહીની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે તેવું લખાણ લઇએ છીએ. - ડો. નલીની દેસાઇ, ડીન, જામનગર મેડીકલ કોલેજ

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી