રામકથાને વિરામ / ભીખમાં મળે તેને ક્ષમા ન કહેવાય: મોરારિબાપુ

Moraribapu's nine days Ram Katha ends in Jamnagar

 • મારે કોઇ નિવેદન આપવાનું નથી, લીંબડ જશ ખાટવા ડહાપણ અને દરમિયાનગીરી ન કરવા માર્મિક ટકોર
 • ભારતને આધ્યાત્મિક ભૂમિ ગણાવી જામનગરની રામકથામાં બહુ આનંદ આવ્યાનો રાજીપો વ્યક્ત કર્યો

Divyabhaskar.com

Sep 16, 2019, 10:27 AM IST

જામનગર: જામનગરમાં રામકથા સમિતિ દ્રારા આયોજીત માનસક્ષમા રામકથાના અંતિમ દિવસે મોરારિબાપુએ રામાયણના પ્રસંગો,ચાણકયના શ્લોકથી ક્ષમાના મહત્વની સમજણ આપી કથાને વિરામ આપ્યો હતો.કથા દરમ્યાન મોરારિબાપુએ કથાના અનુસંધાને બોલું છું મારે કોઇ નિવેદન આપવાનું નથી તેમ કહી મારા પક્ષે કોઇ વિવાદ નથી,મારે કોઇની પાસે ક્ષમા નથી માંગવી,ભીખમાં મળે તેને ક્ષમા ન કહેવાય માટે લીંબડ જશ ખાટવા ડહાપણ અને દરમ્યાગીરી ન કરવા માર્મિક ટકોર કરી હતી.

સંતોએ દંભ અને પાંખડને તોડવા પ્રાસદીક ઉપાયો બતાવ્યા
જામનગરની ભાગોળે માનસકક્ષા રામકથામાં રવિવારે અંતિમ દિવસે મોરારિબાપુએ ભગવાન શ્રીરામ,લક્ષ્મણના જનકનગરનું દર્શન,મર્યાદાપુરૂષોતમ ભગવાન રામનું દેવી સીતા સાથે પ્રથમ મિલન,લગ્ન પ્રસંગ,વનવાસ,ભગવાન રામ અને રાવણનું યુધ્ધ અને પુન: ભગવાન રામનો રાજયાભિષેકના પ્રસંગનું વર્ણન કર્યું હતું.સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે,આપણે ત્યાં જયારે જયારે દંભ,પાખંડ આવ્યા છે ત્યારે ઘણા સંતો એવા થયા છે કે જેઓએ દંભ અને પાંખડને તોડવા પ્રાસદીક ઉપાયો બતાવ્યા છે,જેમાના એક સંત છે અખો ભગત,તેમણે કહ્યું હતું કે,ભક્તિ એક પક્ષી છે,કોઇ પણ પક્ષી પાંખો વગર ઉડી ન શકે,આ બે પાંખ છે જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્યની પાંખ દ્રારા ભક્તિ ગગનમાં ઉડી શકે છે, પરંતુ જો સદગુરૂની આંખ ન હોય તો ભક્તિ ઉડી ઉડીને કયાં અથડાય તે નક્કી નથી. આથી બુધ્ધપુરૂષની દ્રષ્ટિ જરૂરી છે. ભક્તિને પ્રાપ્ત કરવા અહકાર તૂટવો જોઇએ. રાણી અહલ્યાનો પ્રસંગ વર્ણવી પોતાના પુત્રને મૃત્યુદંડ આપ્યો ત્યારે ગૌમાતાએ બચાવ્યો હતો તેમ જણાવી ભારતએ એક ટુકડો નથી પણ આધ્યાત્મિક ભૂમિ હોવાનું કહ્યું હતું.

જે નથી બોલ્યા તેઓએ ક્ષમા માંગવાની જરૂર નથી
રામાયણના વનવાસનો પ્રસંગ વર્ણવતા તેઓએ કહ્યું હતું કે,અતિશય સુખ આવે ત્યારે સમજવું કે દુ:ખના દહાડા નજીક છે.ચાણકય નીતિના બે શ્લોક દ્વારા મોરારિબાપુએ ક્ષમાનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે,બધા કહે છે ક્ષમા માંગવી જોઇએ,પણ બોલ્યા હોય તેઓએ ક્ષમા માંગવી જોઇએ,જે નથી બોલ્યા તેઓએ ક્ષમા માંગવાની જરૂર નથી. તેમજ અંતમાં પ્રેમથી તલગાજરડા પઘારવા અનુરોધ કરી ત્યાં કોઇએ નહીં કર્યો હોય તેવો આદર સત્કાર કરવાનું વચન આપ્યું હતું.આ કથામાં ખૂબ આનંદ આવ્યાનો રાજીપો વ્યકત કર્યો હતો.

જામનગર માનસક્ષમા રામકથાના અંતિમ દિવસના જીવનરૂપી મોતી

 • જગતરૂપી મિથીલા નીહાળાવા જેવી છે,પરમતત્વની આંખોથી નિહાળીએ તો પાછા આવીએ નહીં તો કયાંક રોકાઇ જઇએ છીએ.
 • અહકાર નહીં તૂટે ત્યાં સુધી ભક્તિનો જય નહીં થાય.
 • ખોટી પરંપરા તૂટવી જોઇએ.
 • વૈરાગ્ય વગર ત્યાગ ટકી ન શકે.
 • દ્રેષથી વિવેક ચૂકાય છે અને ચારિત્ર્ય હનન સુધી પહોંચે છે.
 • કુળ બદલવાથી નથી શોભતા બલિદાનથી શોભે છે.
 • પ્રલોભી અને ભયગ્રસ્ત વ્યકિત બોલી ન શકે.
 • સાચી પ્રસન્નતા ચિતની છે.
 • જ્ઞાનનું લક્ષણ સમતા છે.
 • તપસ્વીઓનું ઘરેણું અને શોભા ક્ષમા છે.
X
Moraribapu's nine days Ram Katha ends in Jamnagar
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી