જામનગર / પોલીસનાં ત્રાસથી યુવકે ચોકીમાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરી ફેસબૂક પર LIVE કર્યું

યુવક હાલ સારવાર હેઠળ

  • પોલીસ દ્વારા માર મારવામાં આવશે તેવી બીકથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

 

Divyabhaskar.com

Jun 11, 2019, 09:56 PM IST

જામનગર:શહેરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકી બહાર પોલીસના ત્રાસથી યુવાને દવા પી લીધી હોવાની ઘટના સામે આવી છે. જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા વિજય નાખવા નામના યુવાને પોલીસે અરજીના કામે બોલાવ્યો હતો. આ પૂર્વે આ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવશે તેવી બીકથી પોલીસ ચોકી બહાર જ માંકડ મારવાની દવા ગટગટાવી અને ફેસબૂક પર લાઇવ કર્યું હતું. સમગ્ર ઘટનાને પગલે યુવકને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

યુવક જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ
પ્રાપ્ત થતી વિગત મુજબ વિજયના પરિવારમાં પારિવારિક તેના ભાભી અને પરિવારજનો વચ્ચે ડખ્ખો હતો. જેની પોલીસમાં ફરિયાદકરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અરજીના કામે પોલીસ દ્વારા થતી કાર્યવાહીથી ગીન્નાયો હતો અને રાત્રે ખંભાળિયા ગેટ પોલીસ ચોકી પાસે આ યુવાન પહોંચ્યો હતો અને પોલીસ ચોકી બહાર જ દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાને પગલે યુવાનના પરિવારજનોએ તાબડતોબ વિજયને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યાં વિજય નાખવાની સારવાર ચાલી રહી છે. યુવકે દવા પીતો વીડિયો ફેસબુક પર લાઇવ કર્યો હતો. આ ઘટના સમયે તેની સાથે રહેલા તેના ભાઈને પોલીસકર્મી લાફાવાળી કરતી જોવા મળી હતી. પોલીસની હાજરીને જોઈને યુવાને ફરીથી દવાની બોટલ ખોલી 2-3 ઘુટ લગાવી પોલીસની દાદાગીરી લાઈવ રજૂ કરી હતી. હાલ યુવક જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી