સેન્સ પ્રક્રિયા / જામનગર બેઠકની સેન્સ પ્રક્રિયામાં રીવાબા અને પૂનમ માડમ પહોંચ્યા, બંનેએ કહ્યું પાર્ટી નક્કી કરશે

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 05:28 PM
X

  • થોડા સમય પહેલા જ રીવાબા ભાજપમાં જોડાયા હતા

જામનગર: જામનગર ભાજપ કાર્યાલય ખાતે આજે લોકસભાની બેઠકની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. જેમાં નિરીક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રમણ વોરા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા છે. સેન્સ પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા અને હાલના સાંસદ પૂનમ માડમ હાજર રહ્યા હતા. બંનેએ કહ્યું હતું કે, ઉમેદવાર પાર્ટી નક્કી કરશે તે શિરોમાન્ય રહેશે. 

ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા

1.

જામનગર બેઠક માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં જામનગર, રાજકોટના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રીવાબા ટિકિટ મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. થોડા સમય પહેલા જ રીવાબા ભાજપમાં જોડાયા હતા. તેમજ રીવાબા ગુજરાત રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ પણ છે. 

પાર્ટી જેને તક આપે તે મજબૂતી લડે તેવી શુભકામના: પૂનમ માડમ
2.

જામનગરના હાલના ધારાસભ્ય પૂનમ માડમે જણાવ્યું હતું કે, દાવેદારીની કોઇ વાત નથી. દરેક કાર્યકર્તા દાવેદારીની માગણી કરતા હોય છે અને તે તેનો હક્ક છે. એટલે દાવેદારી કરવી તે યોગ્ય નથી. પાર્ટી જેને પણ તક આપે તે મજબૂતીથી લડે તેવી હું શુભકામના પાઠવું છું. હું સેન્સ પ્રક્રિયામાં અમારા પક્ષના નેતાઓ આવ્યા છે તેની શુભેચ્છા મુલાકાત લેવા આવી છું.

ભાવનગર બેઠક પર બપોર સુધીમાં 20 લોકોએ દાવેદારી નોંધાવી
3.

ભાવનગર લોકસભા બેઠક માટે સિહોર ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નિરીક્ષકો તરીકે મુળુભાઈ બેરા (પૂર્વ મંત્રી અને ધારાસભ્ય)
, મહેશભાઈ કસવાલા (સંગઠન પ્રભારી, ભાવનગર) અને ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્ય) હાજર રહ્યા હતા. સવારથી લઇને બપોર સુધીમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ ભાવનગર લોકસભા બેઠક પર અંદાજે 20થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.

 

(હસિત પોપટ, જામનગર)

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App