તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢની ખેડૂતપુત્રીનો મોદીની માતા પ્રત્યે અનેરો પ્રેમ, હિરાબાનું 5.55 લાખ વાર નામ લખ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી મંત્રની જેમ બુકમાં લખે છે, મોદીને મળી લેખન અર્પણ કરવાની ઇચ્છા  

જૂનાગઢ: માળિયાહાટીનાના મોટી ધાણેજ ગામે રહેતી ખેડૂત પુત્રી ધાનીબેન પરબતભાઇ વરૂને મોદી પ્રત્યે અનેરો પ્રેમ છે. મોદી આજીવન વડાપ્રધાન બને તે માટે તેમના આદર્શો દેશવાસીઓ પોતાના જીવનમાં ઉતારે તે હેતુથી મોદી જેવા પુત્રને જન્મ આપનાર માતા હિરાબાને બિરદાવવા છેલ્લા બે વર્ષથી માતુશ્રી હિરાબા દામોદરદાસ મોદીનું નામ બુકમાં લખી રહ્યા છે. 5.55 લાખથી વધુ વખત આ નામ લખી ચૂક્યા છે.  

મોદી આજીવન વડાપ્રધાન બને તેવી ઇચ્છા: બે વર્ષ પહેલા મોદીના વિચારો અને આદર્શોથી પ્રભાવિત બનીને બીજા લોકો પણ મોદીના વિચારોને ઉજાગર કરે તેવા હેતુ માટે કાર્ય કરે છે. મોદીના કારણે ભારત દેશ પાકિસ્તાન અને આતંકવાદ જેવા પ્રશ્નો સામે લડી શક્યો છે. મોદી ફરી એકવાર નહીં આજીવન વડાપ્રધાન બનવા જોઇએ તેવી ધાનીબેનની ઇચ્છા છે. ધાનીબેનનું કહેવું છે કે, આવા સપુતને જન્મ આપનાર માત જ શ્રેષ્ઠ કહેવાય. તેને બિરદાવવા માટે મોદીના માતાનું નામ તેણે 5.55 લાખથી વધુ વખત બુકમાં લખ્યું હોવાનો તેણે દાવો કર્યો છે અને લખવાનું ચાલુ જ છે. મોદી સાથે મુલાકાત થશે ત્યારે તેણી લખેલી બુકો અર્પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...