તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્જીકલ સ્ટ્રાઇકથી ઇંટનો જવાબ પથ્થરથી, નામુમકીનને મુમકીન કરવું તે મોદીનું કામ: રૂપાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે નર્મદા યોજનાને મજાક બનાવી હતી
જામનગર: વિજય રૂપાણી આજે જામનગરના કાલાવડની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓએ નવા માર્કેટિંગ યાર્ડનું ભૂમિપૂજન, જીઆઇડીસી અને પીજીવીસીએલ સબ ડિવીઝન ઓફિસનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જયેશ રાદડિયા, આર.સી ફળદુ સહિત ભાજપના મંત્રીઓ હાજર રહ્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇકથી ઇંટનો જવાબ પથ્થરથી આપી શહાદતનો બદલો લીધો છે. નામુમકીનને મુમકીન કરવું તે નરેન્દ્ર મોદીનું કામ છે. વાયુસેનાએ 3 વાગે પાકિસ્તાનમાં હુમલો કર્યો આથી સૈન્યને સલામી આપીએ છીએ. 

1) કોંગ્રેસ પર પ્રહારો કર્યા

રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે 70 વર્ષ સુધી નર્મદા યોજના પૂરી ન કરી. અમારી ગુજરાતની મહિલાઓ બે-બે હાંડા પાણી માટે વલખા માર્યા. અમારી સરકારે 56 ડેમ નર્મદાના પાણીથી ભરી દીધા છે અને આગામી દિવસોમાં 115 ડેમો ભરવામાં આવશે. 4 માર્ચે નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે અને રણજીતસાગર ડેમને નર્મદાના નીરથી ભરાશે જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ગુજરાતમાં પાકવીમા માટે 2600 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અમારૂ સૂત્ર છે કે, અયોધ્યામાં રામ, યુવાનોને કામ. 

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે નર્મદા યોજનાને મજાક બનાવી હતી અને કહ્યું હતું કે, મોટા મોટા ભૂંગળામાંથી માત્ર હવા જ આવશે. પરંતુ યોજના શરૂ થતા જ તેની હવા નીકળી ગઇ છે. સીએમના કાર્યક્રમમાં લોકોની હાજરી બતાવવા કાલાવડ કન્યા છાત્રાલયમાં વાલી મિટિંગ રાખી સભામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ લઇ જવામા આવ્યા હતા.  

 

(તસવીર: હસિત પોપટ, જામનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો