તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોડિયાના લખતર ગામે દેણું વધી જતા ખેડૂતે ઝેરી દવા પી લેતા મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક ખેડૂતની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક ખેડૂતની ફાઇલ તસવીર
  • ખેડૂતને સંતાનમાં બે પુત્રો છે

જામનગર: જોડિયા તાલુકના લખતર ગામે રહેતા મનસુખભાઇ અમરશીભાઇ દલસાણીયાએ દેણું વધી જતા આર્થિક ભીંસને કારણે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 

જોડિયા અછતગ્રસ્ત જાહેર: જામનગર જિલ્લામાં ઓછા વરસાદને કારણે ધ્રોલ અને જોડીયા તાલુકાને અછતગ્રસ્ત તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આર્થીક ભીંસને કારણે મનસુખભાઇ સતત ચિંતામાં રહેતા હતા. જેને લઇ આવું પગલું ભરી લીધું હતું. મનસુખભાઇને સંતાનમાં બે પુત્રો છે. 

(હસિત પોપટ, જામનગર)