તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર પિતાને 10 વર્ષની કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રક્ષકને બદલે ભક્ષક બનેલા પિતાના દુષ્કૃત્યથી પુત્રી ગર્ભવતી બની હતી   

જામનગર:સગી પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને અદાલતે 10 વર્ષની સજા ફટકારી રૂ.75000 દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ભોગ બનનાર પુત્રીને રૂ.50000 વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. જામનગર જિલ્લાભરમાં ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે,મૂળ નવા મોખાણાના રહેતા આધેડ તેની પુત્રી અને પુત્ર સાથે જામનગરમાં ધુવાવ નાકા પાસે પુત્રીના નાનીના ધરે રહેતા હતાં. નાનીના અવસાન બાદ પિતા પુત્ર અને પુત્રીને સાથે લઇ વાડીએ રહેવા ગયા હતાં. આ દરમ્યાન પિતાએ પોતાની સગી પુત્રી પર દુષ્કર્મ આચરી તેણીને ગર્ભ રાખી દીધો હતો. પુત્રીએ અમદાવાદ મુકામે રહેતા તેના માસીને બનાવની જાણ થતાં તેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

ભોગ બનનાર પુત્રીને રૂ.50000 વળતર ચૂકવવા હુકમ
સમગ્ર મામલે પોલીસે પિતા સામે પોકસો અને દુષ્કર્મનો ગુનો નોંધી પિતાની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ પોકસો અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.બી.વજાણીએ 30 દસ્તાવેજી પુરાવા રજૂ કરી રજૂઆતો કરી હતી. જે ધ્યાને લઇ ન્યાયાધીશ પી.સી.રાવલે પિતાને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂ.75000 નો દંડ ફટકાર્યો છે.દંડની રકમમાંથી ભોગ બનનાર પુત્રીને રૂ.50000 વળતર ચૂકવવા હુકમ કર્યો છે.