તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં પેરેલીસીસ બાદ બ્રેઇનડેડ વેપારીની કિડની, લીવર અને આંખોનું દાન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીની ફાઇલ તસવીર - Divya Bhaskar
વેપારીની ફાઇલ તસવીર
  • અમદાવાદના નિષ્ણાંત તબીબોએ શસ્ત્રક્રિયા કરી 

જામનગર: શહેરના જનતા સોસાયટી સામે શાંતિનગર શેરી નં. 3માં રહેતા અને ટ્રાન્સપોર્ટ કાર્ગા કુરીયર અને આઇસ્ક્રીમનો ધંધો કરતા જીગ્નેશભાઇ કેશવજીભાઇ વિરાણી (ઉ.વ.46)ને અચાનક જ મગજમાં લોહી બંધ થઇ જતાં પેરેલીસીસનો એટેક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડી તેઓ બ્રેઇનડેડ થયા હતા. જે અંગે તેમના પરીવારમાં રહેલી પત્ની, માતા અને બન્ને સંતાનો, કાકા, સાળા વગેરેને જાણ કરતા તેઓએ સંયુક્ત રીતે નિર્ણય લઇ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

હાલારમાં અંગદાનની આ ત્રીજી ઘટના

આ માટે અમદાવાદની કિડની હોસ્પિટલનો સંપર્ક કર્યા બાદ નિષ્ણાંત તબીબોની ટીમ અમદાવાદથી જામનગર આવી પહોંચી હતી અને શસ્ત્રક્રિયા હાથ ધરી બે આંખો, લીવર અને કિડની કાઢી લેવામાં આવ્યા હતાં અને અન્ય લોકોમાં પ્રતયારોપણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જામનગરમાં ત્રણ માસમાં અંગદાનની બે મોટી ઘટનાથી હાલારીઓ ગૌરવંતા બન્યા છે.

સેવા અને સામાજીક કાર્યમાં અગ્રેસર

અંગદાન કરનાર જીગ્નેશભાઇ વિરાણી સેવા અને સામાજીક કામોમાં સદા અગ્રેસર રહેતા હતાં. પદયાત્રીનો સેવા કેમ્પ હોય, મેડિકલ સહાયની વાત હોય તે હંમેશા બીડુ ઝડપી લેતા જે ભાવનાના લીધે તેના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. 

બે આંખો, કિડની, લીવરથી અન્યને નવજીવન

બ્રેઇનડેડ જીગ્નેશભાઇની બે આંખો જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમજ લીવર અને કિડની અમદાવાદ આઇકેડીઆરસી ગર્વમેન્ટ હોસ્પિટલ કિડની ઇન્સ્ટિટ્યુટ આપવામાં આવી છે. જેનાથી ચાર વ્યકિતઓને નવજીવન મળવાની અપેક્ષા છે. જીગ્નેશભાઇના પરિવારમાં પત્નિ, માતા અને સંતાનોમાં પુત્ર ધનેશ લોનું ભણે છે જ્યારે પુત્રી અવની સીએનો અભ્યાસ કરે છે.

(તસવીર: હસિત પોપટ, જામનગર)