તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રાધામ દ્વારકાને બેસ્ટ ટુરિઝમ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલના હસ્તે અમદાવાદમાં પીલીગ્રિમેજ ડેસ્ટિનેશન એવોર્ડ એનાયત કરાયો

દ્વારકા: ચારધામ પૈકીનું એક યાત્રાધામ દ્વારકાને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરીઝમ ઓફ ગુજરાતનો એવોર્ડ અર્પણ કરાયો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રવાસન વિભાગ દ્વારા મળેલ એવોર્ડે દ્વારકાને ગૌરવ અપાવ્યું છે.


1) ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા એવોર્ડ મળ્યો

ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદના રીવરફ્રન્ટમાં યોજાયેલા એક જાહેર સમારંભમાં ગુજરાત રાજ્યના ગવર્નર ઓમપ્રકાશ કોહલીના હસ્તે દ્વારકાની દિવ્ય દ્વારકા સંસ્થા દ્વારા થયેલા નોમીનેશન અને પ્રવાસન વિભાગે દ્વારકા શહેરને બેસ્ટ પીલીગ્રિમેજ ડેસ્ટીનેશન ઓફ ગુજરાત નામનો એવોર્ડ એનાયત કર્યો હતો. દિવ્ય ફાઉન્ડેશનના શીતલ બથીના, રવિ બારાઈ, રાકેશ બારાઈ, નિરવ સામાણી, દિપ બારાઈએ આ એવોર્ડ રાજ્યપાલ ઓમપ્રકાશશ કોહલીના હસ્તે સ્વીકાર્યો હતો.