તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટી ખાવડી પાસે ટાઉનશીપમાં 14 વર્ષની તરૂણીએ દુપટ્ટાથી ફાંસો ખાઇ આપઘાત કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરકામ કરતી માતા સાથે ગયા બાદ કોઇ કારણોસર પગલું ભર્યું

જામનગર: જામનગર નજીક ખંભાળીયા રોડ પર જોગવડ ગામે રાણીશીપ વિસ્તારમાં રહેતા રમાબેન પ્રવિણભાઇ મકવાણા નામની મહિલા ખાવડી પાસે ખાનગી કંપનીની ટાઉનશીપમાં ઘરકામ કરવા માટે જાય છે. જે વેળા તેની સાથે 14 વર્ષીય પુત્રી ઇતિશા પણ જતી હતી. જે દરમિયાન ગત તા.12ના બપોરે રમાબેન સેક્ટર-12 ખાતે બ્લોક નં.26/ડીમાં કામ કરી રહ્યા હતા અને તેની પુત્રી ઇશિતા રૂમમાં લેશન કરી રહી હતી ત્યારે તરૂણીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લીઘો હતો.

મેઘપર પોલીસ દોડી આવી હતી
આથી તેણીને નીચે ઉતારીને તાબડતોબ ખાનગી કંપનીની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત ઘોષિત કરી હતી. આ બનાવની મૃતકના માતાએ જાણ કરતા મેઘપર પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને મૃતકની માતાનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો