બોટાદ: બોટાદ જિલ્લાની રાણપુરના અલમપર ગામની પ્રસુતાની ડિલિવરીમાં બેદરકારી દાખવતાં સારવાર દરમિયાન મહિતા તેમજ નવજાતનું મોત થતાં સોનાવાલા હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીનો ગુનો નોંધાતા બોટાદ પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. બોટાદ જિલ્લાના રાણપુરના અલમપર ગામના પ્રસુતા કામીનીબેન જયંતિભાઇ ચાંચીયા જાતે અનુ જાતિ.ને ડીલીવરી માટે સોનાવાલા હોસ્પિટલ ખાતે 26 નવેમ્બર 18ના રોજ દાખલ કરવામાં આવી હતી.
ફરજ પરના ડો.પી.જે.લાખાણીએ ડીલીવરી વેક્યુમથી કરાવવા મૃત્યુ નિપજવાની સંભાવના હોવાનું જાણવા છતા મૃતક કામીનીબેન જયંતિભાઇ ચાંચીયાના બ્લડ વિગેરેના પરીક્ષણો કાળજી પુર્વક ન કરી અને તેઓની જીવન બચાવાની સારવાર તા 26 નવેમ્બર 18ના સાંજના 4-45થી રાત્રિના 9-00 કલાક સુધી ન આપી અને વધુ પડતુ લોહી વહી જવાથી તેઓનું તેમજ નવજાત શીશુ ( બાળકી)નુ મોત નીપજાવી સારવારમાં દારૂ પીધેલી હાલતમાં રહી ગંભીર બેદરકારી દાખવી હતી. જે તે વખતે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે મેડીકલ વિભાગના વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓની કચેરી ભાવનગર તરફથી તપાસના અંતે ડો.લાખાણીની સારવારમાં બેદરકારી સાબીત થઈ હતી.
જે અંગે વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓની કચેરી તરફથી મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જન સોનાવાલા જનરલ હોસ્પિટલ બોટાદને ડો.લાખાણી વિરૂધ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરતા ફરિયાદ આપતા બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ ગુનાના આરોપી ડો. પી.જે.લાખાણીને પકડી પાડવા હર્ષદ મહેતાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ઝેડ.આર.દેસાઇ એસ.સી/એસ.ટી સેલની ટીમ તથા બોટાદના ઇન્ચાર્જ પી.આઈ આર.બી.કરમટીયાની ટીમ તથા વુ.પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી નાઓની ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. જેની તપાસ હાલ નાયબ પોલીસ અધિક્ષક ઝેડ.આર.દેસાઇ એસ.સી/એસ.ટી સેલ બોટાદ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.