તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

108ના કર્મચારીઓએ બેભાન મહિલા દર્દીના દાગીના પરત કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં હજુ માનવતા મરી પરવારી નથી
  • પર્સમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ હતી

વહેલાલ: 108 કોઇ પણ ઇમરજન્સીમાં ઘટના સ્થળે પહોંચી પોતાની ફરજ નિભાવે છે. ઘણી વખત દર્દી એકલો હોય અને તેઓની પાસે મુદ્દામાલ પણ હોય છે. આવા સંજોગોમાં 108ના કર્મીઓ તે પોતાની હસ્કત લઇ તેને પરત કરતા હોય છે. શનિવારે સાંજે અમદાવાદના ચાંદખેડા બગીચામાં એકલી બેભાન મહિલા પાસેથી સારવાર દરમિયાન પર્સમાંથી સોના - ચાંદીના દાગીના અને રોકડ સહિત અંદાજે એક લાખ રૂપિયાની મતા મળી આવી હતી. 
108ના કર્મીઓએ આ વસ્તુઓ અને રોકડ અસારવા સિવિલના અધિકારી બળવીરભાઈ આહીરને પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. મહિલા પાસેથી મળેલા ઓળખકાર્ડ પરથી મહિલા રતનબેન પંડ્યા અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનની પોલીસ મીત્ર અને ચાદખેડા માનસરોવર રો હાઉસની રહીશ હોવાનું જાણવા મળ્યું છે. 11 જાન્યુઆરીની સાંજે પાચ વાગે અમદાવાદ ચાંદખેડા શિવ શક્તિ બીઆરટીએસ બસસ્ટેન્ડ પાસેના બગીચામાં કોઇ મહિલા બેભાન અવસ્થામાં પડી હોવાનો કોલ 108ના ઇએમટી આશા ગોસ્વામી અને પાયલોટ  પ્રવીણ પરમારને મળતા તેઓ ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળે પહોંચીને બેભાન મહિલા રતનબેન પંડ્યાને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી પ્રાથમિક સારવાર આપી  અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો