ભાવનગર / સ્વામિનારાયણ ગુરૂકુળની વિદ્યાર્થિનીના સ્કૂલ બસની ટક્કરે મોતનો મામલો, કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર

મૃતક વિદ્યાર્થિનીની ફાઇલ તસવીર
મૃતક વિદ્યાર્થિનીની ફાઇલ તસવીર
અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ.
Swaminarayan Gurukul's school bus kills student in Bhavnagar

  • બસમાંથી નીચે ઉતરતા સમયે ધોરણ-2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નીચે પટકાઇ હતી
  • બસ ચાલક અને સંચાલકો સામે કડક કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી
  • વિદ્યાર્થીનીના માથા પર બસનું વ્હિલ ફરી વળ્યું

Divyabhaskar.com

Feb 15, 2020, 01:02 PM IST

ભાવનગર: ભાવનગરના ચિત્રા વિસ્તારમાં શુક્રવારે સર્જાયેલા અકસ્માતને લઇને ભારે હોબાળો સર્જાયો છે. ચિત્રા જીઆઇડીસીમાં ખાતે આવેલી સ્વામિનારાયણ ગુરુકુલમાં ધો-2માં અભ્યાસ કરતી દિયાનું સ્કૂલ બસ નીચે આવી જતા મોત થતાં બસચાલક અને સંચાલક સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી લાશ ને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. હાલ બાળકીના પરિજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં સર.ટી. હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમની બહાર ન્યાય ની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. જોકે પોલીસે શુક્રવારે રાત્રે જ બસચાલકની અટકાયત કરી હતી.

ભાવનગર શહેરના ચિત્રા GIDC સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર નિત્યક્રમ મુજબ સ્કૂલેથી છુટી સ્કૂલ બસમાં ઘરે આવી હતી તે વેળા ઘર પાસે સ્કૂલ બસમાંથી બાળા ઉતરે તે પૂર્વે બસ ડ્રાઈવરે બેદરકારીપૂર્વક પોતાનું વાહન ચલાવી દેતા બાળા ફસડાઈ પડી હતી. અને તેનું માથું વ્હીલ નીચે કચડાઈ જતાં માસુમ બાળાનું ઘટના સ્થળે કમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જીને બસ સાથે ચાલક નાસી છુટ્યો હતો. અકસ્માતની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

X
મૃતક વિદ્યાર્થિનીની ફાઇલ તસવીરમૃતક વિદ્યાર્થિનીની ફાઇલ તસવીર
Swaminarayan Gurukul's school bus kills student in Bhavnagar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી