તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડીએથી વહેલા કેમ આવ્યા? તેવું કહેતા ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પુત્રએ ધોકાના ઘા મારી પિતાની હત્યા કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે પુત્ર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી
  • ઉત્તરાયણનો તહેવાર હોય પિતા વાડીએથી વહેલા ઘરે આવ્યા હતા

ભાવનગર: સિંહોર તાલુકાના કનાડ ગામે રહેતા હકુભા દોલુભા ગોહીલ (ઉ.વ.60) નામના ખેડૂત ગઇકાલે ઉત્તરાયણના તહેવારના દિવસે પોતાની વાડીએથી સવારે ઘરે આવ્યા હતા. આથી તેનો પુત્ર યુવરાજસિંહે તેને તમે વાડીએથી વહેલા ઘરે કેમ આવ્યા? તેવું કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં ઉશ્કેરાયેલા યુવરાજસિંહે પોતાના પિતાના માથામાં ધોકાના ઘા ઝીંકી દેતા લોહીલૂહાણ થઇ ગયા હતા. આથી સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 

ભાઇએ ભાઇ વિરૂદ્ધ પિતાની હત્યાની ફરિયાદ નોંધાવી
આ બનાવમાં મૃતકના બીજા પુત્ર વિજયસિંહે પોતાના પિતાની હત્યા અંગે ભાઇ યુવરાજસિંહ વિરૂદ્ધ સિંહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી યુવરાજસિંહની અટકાયત કરી છે. આ બનાવની તપાસ સિહોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.બી. પરમાર ચલાવી રહ્યા છે. મકરસંક્રાંતિના પર્વે પુત્રના હાથે પિતાની હત્યા થતા કનાડ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો