દુર્ઘટના / ભાવનગરના ઘોઘા નજીક પડવા લિગ્નાઈટ પ્લાન્ટમાં અકસ્માતઃ એન્જિનિયર સહિત બે ગંભીર

accident in lignite plant near bhavnagar, two serious including an engineer

  • મશીનના કન્વેયર બેલ્ટમાં ફસાવાથી એન્જિનિયરના બંને પગ કપાયાનો અહેવાલ, ભાવનગર ખસેડાયા

Divyabhaskar.com

Oct 12, 2019, 06:32 PM IST
રાજકોટઃ ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક પડવા લિગ્નાઈટ પ્લાન્ટમાં 11 ઓક્ટોબરે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ પ્લાન્ટમાં મશીનના કન્વેયર બેલ્ટમાં એન્જિનિયરના બંને પગ કપાયા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. જ્યારે અન્ય એક કામદારને પણ ઈજાઓ પહોંચી છે. ઘાયલ એન્જિનિયર સહિત બંનેને ગંભીર હાલતે ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એન્જિનિયરના શરીરમાંથી લોહી પુષ્કળ પ્રમાણમાં વહી જતાં અત્યારે તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
X
accident in lignite plant near bhavnagar, two serious including an engineer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી