ગુજરાત / રો-રો ફેરી સર્વિસમાં દહેજ ખાતે ડ્રેજિંગ માટેનો પ્રિ-સરવે શરૂ કરાયો

A pre-survey for dredging started at Dahej for Ro-Ro Ferry Service

  • 10 મહિનામાં સાડા ત્રણ લાખ મુસાફરોએ ઘોઘા-દહેજ વચ્ચે મુસાફરી કરી
  • 10 ઓક્ટોબરે શરૂ થનારી જહાજની સેવા હવે 20 ઓક્ટો. સુધી શરૂ થાય તેવી શક્યતા નથી

Divyabhaskar.com

Oct 12, 2019, 04:28 AM IST
ભાવનગર: ભાવનગરથી દક્ષિણ ગુજરાત તરફ રોજના 12 હજારથી વધુ લોકો જુદા જુદા વાહનો દ્વારા આવનજાવન કરે છે અને રો-રો ફેરી સર્વિસ દ્વારા 10 મહનિામાં 3 લાખ 44 હજાર પેસેન્જરોએ ઘોઘા-દહેજ વચ્ચે મુસાફરી કરે છે. આ સંજોગોમાં હાઈવે પર અકસ્માતો ઓછા થાય અને ડીઝલ પેટ્રોલની બચતથી વિદેશી હુંડીયામણ બચે તે માટે બંધ થયેલી રો-રો ફેરી સર્વિસ તાકીદે શરૂ થવી જોઈએ.
ડ્રેજીંગ પ્રશ્ને બેદરકારી દાખવતા રો-રો ફેરી સર્વિસ બંધ કરવાનો વખત આવ્યો
ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસ માટે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા રોજેરોજ અને સતત એટલે કે 24 કલાક, 365 દિવસ સુધી ડ્રેજીંગ કરવાનો કોન્ટ્રાક્ટ કરાયો છે. પણ જીએમબી દવારા ડ્રેજીંગ પ્રશ્ને બેદરકારી દાખવતા અને સમયસર કામ નહીં કરાતા હાલ રો-રો ફેરી સર્વિસ બંધ કરવાનો વખત આવ્યો છે. આ બાબતે રાજકિય નિર્ણય લેવાને બદલે પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવે તો ભાવનગર અને સુરત વચ્ચેનો સેતુ પૂર્વવત બને તેમ છે.
આગામી ત્રણેક દિવસમાં ડ્રેજીંગનું કામ શરૂ થઈ જશે
અગાઉ 10 ઓક્ટોબર સુધી દહેજ ખાતે ડ્રેજીંગ નહીં થયું હોવાથી આ સેવા બંધ કરવામાં આવી હતી હવે ડ્રેજીંગ શરૂ થયું નહીં હોવાથી 20 ઓક્ટોબર સુધી આ સેવા શરૂ થવાની શકયતા નથી. જીએમબીના દહેજ ખાતેના સિવિલ એન્જનિીયરીંગ સુપ્રી. ઊર્મિશ ભારદ્વાજે કહ્યું છે કે, ‘ગત સપ્તાહે ડ્રેજીંગ માટેનો પ્રિસર્વે શરૂ થઈ ગયો છે. જે હજી ચાલુ છે. આગામી ત્રણેક દિવસમાં ડ્રેજીંગનું કામ શરૂ થઈ જશે. લગભગ 8 લાખ ક્યુબિક મીટર જેટલું કામ થશે. ડ્રેજીંગનું કામ લાંબો સમય ચાલશે ત્યારબાદ પોસ્ટ સર્વે થયા બાદ ડ્રેજીંગનું કામ પૂર્ણ થશે.આમ નજીકના ભવિષ્યમાં રો-રો ફેરી સર્વિસ શરૂ થવાના કોઈ એંધાણ દેખાતા નથી. દર કલાકે જહાજ મળે તેવું આયોજન છે.
ઘોઘા દહેજ ફેરી સર્વિસના પરવાનેદાર ચેતનભાઈ સાથે ફેરી-સર્વિસ અંગે પ્રશ્નોત્તરી
પ્રશ્ન : ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ બંધ કેમ કરી ?
જવાબ : દહેજ ખાતે ડ્રેજીંગ પુરતુ નહીં થયું હોવાથી જહાજને જરૂરી ડ્રાફ્ટ મળતો ન હતો.
પ્રશ્ન : રો-રો ફેરી સર્વિસમાં કેટલું કામ થયું ?
જવાબ : રો-રો ફેરી સર્વિસનું અનશેડ્યુઅલ એટલે ચોક્કસ સમયપત્રક નહીં હોવા છતાં 22 ટકા ઉપયોગ થયો છે. છેલ્લા દસ મહનિામાં 3.44 લાખ પેસેન્જરો અને 11000 જેટલા ટ્રકો, 50000 ફોરવ્હીલ, 25000 ટુવ્હીલ અને 7000 ઓડસાઈઝ વાહનોની આવનજાવન થઈ છે.
પ્રશ્ન : ડ્રેજીંગ થાય તો જહાજ સમયસર ચાલશે ?
જવાબ : બે બીજા જહાજ પણ તૈયાર છે . કેપીટલ ડ્રેજીંગ ઉપરાંત માત્ર 18 કરોડના નજીવા ખર્ચે થતું મેઈન્ટનન્સ ડ્રેજીંગ પણ થાય તો લોકોને દર કલાકે બન્ને છેડેથી સેવા મળે એવી અમારી તૈયારી છે.
પ્રશ્ન : આ પ્રશ્નનો ઉકેલ શું આવે ?
જવાબ : મુખ્યમંત્રી, પ્રદેશપ્રમુખ અને જીએમબીના અધિકારીઓનું વલણ હકારાત્મક છે. ટેક્નીકલ પ્રશ્નો ઉકેલાય એટલે જહાજ ફરી શરૂ થઈ જશે.
X
A pre-survey for dredging started at Dahej for Ro-Ro Ferry Service

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી