વડવા વિસ્તારમાં પતિના સાથી કર્મીઓએ મહિલાના ઘરમાં ઘુસીને સામૂહિક દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે
  • પતિ જમવાનું લેવા બહાર ગયો તે દરમિયાન દુષ્કર્મ આચર્યું
  • મહિલાનું મોઢું દબાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું

ભાવનગરઃવડવા વિસ્તારમાં મંગળવારે રાત્રે એક મહિલાના ઘરમાં ઘુસીને બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પતિ બહાર જમવાનું લેવા ગયો તે સમયે પતિના સાથી કર્મીઓએ ઘરમાં મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ મહિલાના પતિ સાથે હોટલમાં કામ કરતા
ભાવનગરના વડવા વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘરમાં ઘુસીને ગૌરાંગ અને ગોવિંદ નામના આરોપીઓએ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાનો પતિ ઘરેથી બહાર ભોજન લેવા માટે ગયો હતો. તે દરમિયાન જ મહિલાના પતિ સાથે હોટલમાં કામ કરતાં ગોવિંદ અને ગૌરાંગ નામના આરોપીઓએ મહિલા સાથે બળજબરી કરી હતી. મહિલાની એકલતાનો લાભ લઈને મોં દબાવી દઈને દુષ્કર્મ આચર્યું હતું.