ભાવનગર / બોરતળાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

આપઘાત કરનાર ભીમભાઇ દેસાઇની ફાઇલ તસવીર
આપઘાત કરનાર ભીમભાઇ દેસાઇની ફાઇલ તસવીર

  • આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ, પોલીસે તપાસ હાથ ધરી

Divyabhaskar.com

Jan 15, 2020, 11:36 AM IST

ભાવનગર: ભાવનગરના બોળતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિદ્યાનગર પોલીસ લાઇનમાં રહેતા હેડ કોન્સ્ટેબલ ભીમભાઇ દેસાઇએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવના પગલે પોલીસ દોડી જઇ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી આપઘાત ક્યાં કારણોસર કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોતાના રૂમમાં જ આપઘાત કરી લીધો

ભાવનગર ડી ડિવીઝનમાં બોરતળાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા ભીમાભાઇ વેજાભાઇ દેસાઇએ અગમ્ય કારણોસર નવી પોલીસ લાઇન રૂમ નં.157માં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા ભાવનગર સિટી ડીવાયએસપી સહિતનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

X
આપઘાત કરનાર ભીમભાઇ દેસાઇની ફાઇલ તસવીરઆપઘાત કરનાર ભીમભાઇ દેસાઇની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી