તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ સ્મશાન ગૃહમાં માસુમોના અવશેષોને કૂતરા ફાડી ખાય છે, દારૂડીયા મહેફિલો કરે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૂતરાઓ દફનાવેલા માસૂમોના મૃતદેહને બહાર કાઢી ફાડી ખાય છે - Divya Bhaskar
કૂતરાઓ દફનાવેલા માસૂમોના મૃતદેહને બહાર કાઢી ફાડી ખાય છે
  • મોત બાદ બાળકોની લાશનો મલાજો પણ જળવાતો નથી

ભાવનગર: શહેરમાં કુંભારવાડાના મુખ્ય સ્મશાનની પાછળ બાળકો માટે સ્મશાન આવેલું છે. આ બાળ સ્મશાનને ફરતે કોઇ રક્ષણ માટે વંડી, દિવાલ કે ફેન્સિંગ પણ નથી. આ સંજોગોમાં આજુબાજુના વિસ્તારના રેહવાસીઓએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે દિવસે જે લોકો બાળકની લાશને દફનાવી જાય છે તે જ લાશ આ કોઇ ફેન્સીંગ કે દીવાલ વગરની જમીનમાં કૂતરાઓ આવીને દફનાવેલી લાશને બહાર ખેંચી જાય છે. આથી જ આ સ્થળે કેટલાય કૂતરાઓ 24 કલાક અડિંગો જમાવીને બેઠા રહે છે. આ સ્મશાનમાં દફન કરેલા માસુમોના શરીરને કૂતરાઓ બહાર કાઢી ફાડી ખાય છે. તો આ અવાવરૂ જેવી જગ્યામાં દારૂડિયાઓ રોજ રાત્રે મહેફિલ જમાવી દારૂ, જુગાર જેવા અનેક અસામાજિક કૃત્યો આચરે છે. જેથી આ સ્મશાનમાં ઠેર ઠેર દારૂની બોટલો જોવા મળે છે. આમ મોત બાદ બાળકોની લાશનો મલાજો પણ જળવાતો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો