તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડતાલ મંદિરના ગાદીપતિની મુલાકાત પહેલા ગઢડા ગોપીનાથજી મંદિરમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષની બહેનો વચ્ચે વિવાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચાર્ય પક્ષની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દીધા - Divya Bhaskar
આચાર્ય પક્ષની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દીધા
  • આચાર્ય પક્ષની સાંખ્યયોગિનીઓએ દેવ પક્ષના ઓરડાને તાળા માર્યા

ભાવનગર:વિવાદોનું કેન્દ્ર બનેલું ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. મંદિરના પાટોત્સવ પહેલાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષની સાંખ્યયોગિની બહેનો વચ્ચે ઓરડાઓને લઈને વિવાદ થયો છે. વડતાલ મંદિરના ગાદીપતિ રાકેશપ્રસાદ મંદિરના પાટોત્સવની મુલાકાતે આવે તે પહેલાં જ મંદિરમાં ધમાલ થઈ છે. આચાર્ય પક્ષની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દીધા હતાં. જેને તોડવાની ફરજ પડી હતી અને મામલો વકર્યો હતો.
 

પોલીસની હાજરીમાં મામલો સમેટાયો
ગઢડા મંદિરમાં આવતીકાલે પાટોત્સવ છે. વડતાલ મંદિરના ગાદીપતિ રાકેશપ્રસાદ કાલે ગઢડા મંદિરે આવવાના છે, તે પહેલાં આચાર્ય પક્ષની સાંખ્યોગિની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દેતાં વિવાદ થયો છે. દેવ પક્ષ દ્વારા મંદિરના તાળા તોડવામાં આવ્યા છે. આ ઘટના બાદ દેવ પક્ષ દ્વારા તાળું તોડી અન્ય તાળું મારી દેવામાં આવ્યું હતું. દેવ પક્ષની બહેનોએ મંદિરની ઓફિસમાં પહોંચી અને ધમાલ કરી હતી. બનાવની જાણ થતાં મંદિરના પ્રસાશન દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીથી મામલો સમેટાયો હોવાનું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો