ગુજરાત / ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે ‘ભારત માતા એકતા રેલી’ ને પ્રસ્થાન કરાવ્યું 

ભારત માતા એકતા રેલી જનમેદની ઉમટી
ભારત માતા એકતા રેલી જનમેદની ઉમટી

  • શહેરનાં યુવક મંડળો, જ્ઞાતિ સમુદાયો, સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત થયું
  • ભાવનગર અને ગુજરાતની જનતા દેશની એકતા-અખંડિતતા-સાર્વભૌમત્વ અને રક્ષણ માટે કટિબદ્ધ: જીતુ વાઘાણી
  • જીતુ વાઘાણીએ સાદાઈથી તેમનો જન્મદિવસ મનાવ્યો 

Divyabhaskar.com

Sep 11, 2019, 10:57 PM IST

ભાવનગર: આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે ‘‘ભારત માતા એકતા રેલી’’નું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણયને ઉમળકાભેર સમર્થન આપી દેશની એકતા અને અખંડીતતા સદાય જળવાય રહે તેવા સંદેશ સાથે ભાવનગર ખાતે યોજાયેલ ‘‘ભારત માતા એકતા કુચ’’ વિરાટ રેલીમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સ્વયંભુ જોડાયા હતા.

20 હજારથી પણ વધુ લોકો જોડાયા
‘‘ભારત માતા એકતા કૂચ’’ રેલીનું પ્રસ્થાન ભાવનગર ખાતે આવેલ એ.વી.સ્કુલ ગ્રાઉન્ડથી થયુ હતુ, ત્યારબાદ મોતીબાગ ચોક - ઘોઘા ગેટ - એમ.જી.રોડ - ખાર ગેટ - મામા કોઠા રોડ - બાર્ટન લાઇબ્રેરી થઇ શહીદ સ્મારક ખાતે સમાપન થયુ હતુ. આ રેલીમાં નાગરિક સમિતિના સ્થાનિક પ્રતિનિધિઓ ઉપરાંત ભાવનગરની વિવિધ શૈક્ષણિક, ઔદ્યોગિક તથા સામાજીક સંસ્થાઓ-સંગઠનો, વેપારી મંડળો, સહિત સ્થાનિક અગ્રણીઓના સંકલનથી યોજાયેલ આ રેલીમાં ભાવનગરના દરેક ધર્મ-સમાજ-વર્ગોના નાગરિકોએ 20 હજારથી પણ વધુની સંખ્યામાં ઉત્સાહભેર સ્વયંભૂ હાજર રહી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવ્યુ હતું. રેલીના સમગ્ર રૂટ પર ઠેર-ઠેર સ્થાનિક જનતાએ રેલીનું સ્વાગત કરી ‘ભારત માતા’ને વંદના કરી હતી. આ રેલીમાં રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી, ભાજપ પ્રદેશ અગ્રણી મહેશભાઇ કસવાલા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વસાંસદો, પૂર્વધારાસભ્યઓ, ભાજપ મહાનગર/જીલ્લા પ્રમુખ/મહામંત્રીઓ, વિવિધ ધર્મનાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતની જનતા દેશની એકતા-અખંડિતતા-સાર્વભૌમત્વ અને રક્ષણ માટે કટિબદ્ધ
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનતાજનાર્દનને સંબોધતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવાયેલ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને વધાવી સૌ નાગરીકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. જે સાબિત કરે છે કે, ભાવનગર અને ગુજરાતની જનતા દેશની એકતા-અખંડિતતા-સાર્વભૌમત્વ અને રક્ષણ માટે કટિબદ્ધ છે.

બે ગુજરાતના સપૂતો દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે
વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચાણક્ય નીતિ મુજબ દેશહિત અને પ્રજાહિતને સર્વોપરી રાખી દેશનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે અને દેશના વર્ષો જૂના અતિમહત્વના પ્રશ્નોનો નિકાલ અભૂતપૂર્વ રાજકીય ઇચ્છાશક્તિ દાખવીને લાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની જનતા પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહી છે. આજે દેશમાં કેન્દ્રની ભાજપ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાની સાથે સાથે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાં પણ લઈ રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એમ, બે ગુજરાતના સપૂતો દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે, તે સમગ્ર ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.

ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે હાકલ
વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત કહે અને દુનિયા કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવા માટે, ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે, દેશને ફરી એકવાર સોનાની ચીડીયા બનાવવા માટે, ‘નવા ભારત’ના નિર્માણ માટે સૌ કટિબદ્ધ બની દેશસેવામાં સહભાગી બનવા ઉપસ્થિત હજારોની જનમેદનીને વાઘાણી હાકલ કરી હતી અને 370ની કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ ભાવનગરના નગરજનોનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

જીતુ વાઘાણીએ સાદાઈથી જન્મદિવસ મનાવ્યો
​​​​​​​આ ઉપરાંત આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે ગરીબ અને નબળા વર્ગના લોકો વચ્ચે રહી વિવિધ સેવાકાર્યો દ્વારા સાદાઈથી તેમનો જન્મદિવસ મનાવ્યો હતો. તેમની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે આવેલ નાગરિક સમિતિ પ્રેરિત શાળાઓના ધોરણ-1 માં અભ્યાસ કરતા 1600 બાળકોને સ્કુલબેગ સહિત સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ, 1130 અનાથ બાળકો અને 290 દિવ્યાંગ બાળકોને એક જોડી ફેન્સી કપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત અલગ-અલગ સંસ્થાઓમા 1500 જેટલા વ્યક્તિઓને નિશુલ્ક ભોજન, અનેક સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં નિશુલ્ક દવા વિતરણથી લઇને ઓપરેશન સહિતના ઉપચાર વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.

X
ભારત માતા એકતા રેલી જનમેદની ઉમટીભારત માતા એકતા રેલી જનમેદની ઉમટી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી