તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગદાણા નજીક મોણપર ગામે 15.85 લાખના ગાંજાના 405 છોડ સાથે એક શખ્સની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજી ટીમે ખેતરમાં દરોડો પાડતા ગાંજાનાં વાવેતરનો પર્દાફાશ

ભાવનગર: ભાવનગરનાં બગદાણા નજીક મોણપર ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપી લઇ ભાવનગર એસઓજી પોલીસે  15.85 લાખની કિંમતના 3.17 કિલો વજનનાં ગાંજાના 405 છોડનો જથ્‍થો કબ્‍જે કરી એક શખ્‍સની ધરપકડ કરી છે.એસઓજીએ પૂર્વ બાતમીને આધારે ગત રાત્રે મોણપર ગામની સીમમાં આવેલ સંજયભાઇ ધરમશીભાઇ પાંડવની માલીકીના ખેતરમાં દરોડો પાડી કપાસનાં પાકની વચ્‍ચે ગાંજાનાં વાવેતરનું મસમોટુ વાવેતર ઝડપી લઇ સંજય પાંડવાની ધરપકડ કરી હતી.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે એફ. એસ. એલ. ની ટીમને જાણ કરતાં એફ. એસ. એલ.ની ટીમ આવી હતી અને ચકાસણી કરતાં ગાંજાના 405 છોડ કબ્‍જે કર્યા હતાં. પોલીસે ગાંજાના છોડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેનાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુ છે તે સંજય ધરમશી પાંડવ વિરૂધ્‍ધ એસ.ઓ.જી. ભાવનગરનાં હેજ કોન્સ્ટેબલ મહાવીરસિંહ દિલીપસિંહ ગોહીલે બગદાણા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.