તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરનાં મોણપરમાં 'ગરબા રમવા જતી બહેનો સામે શું કામ એન્ટ્રી કરો છો' કહી 2 સગા ભાઈ પર હથિયાર વડે હુમલો, 1નું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક ભાઈનું ઘટનાસ્થળે જ મોત, બીજો ભાઈ સારવાર હેઠળ
  • પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર:મોણપર ગામે નવરાત્રીના ગરબા રમવા જતી બહેનો સામે શું કામ એન્ટ્રી પાડે છે તેમ કહી બે શખ્સોએ છરી-તલવાર જેવા હથિયારો વડે બે સગાભાઇઓ પર જીવલેણ હુમલો કરતા એકની હત્યા થઇ છે. જ્યારે બીજાભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે સમગ્ર મામલે સામ-સામે ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વજુભાઇ આલગોતરનું ઘટનાસ્થળે જ મોત
ભાવનગર જીલ્લાનાં વલભીપુર તાલુકાના મોણપર ગામે રહેતા ભરવાડ વજુભાઇ લક્ષ્મણભાઇ આલોગોતર (ઉંમર-35) અને તેના ભાઇ શેલાભાઇ લક્ષ્મણભાઇ આલગોતર (ઉંમર-40) ગઇરાત્રે ગામનાં પાદરે ઉભા હતાં. ત્યારે આ જ ગામના ભરત સુરસંગ ચૌહાણ અને ગજેન્દ્ર સુરસંગ ચૌહાણ નામના બે શખ્સો તલવાર, છરી જેવા હથિયારો સાથે આવી 'અમારા બૈરાઓ જતાં હોય છે ત્યારે તમે શું કામ એન્ટ્રી પાડીને નીકળો છો ?' તેમ કહી શંકા રાખી હુમલો કરતા વજુભાઇ આલગોતરનું મોત નિપજયું હતું. જ્યારે શેલાભાઇને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો