તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ માટે 7-7 હત્યાની ઘટનાને અંજામ આપનાર લેડી ડોન સહિત 9 લોકોની ગેંગ ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલા આરોપીઓ - Divya Bhaskar
ઝડપાયેલા આરોપીઓ
  • 7થી 8 લાખના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભાવનગર:ભાવનગર જિલ્લા સહિત સુરેન્દ્રનગર, ભાવનગર અમરેલી, ગીર સોમનાથ જેવા જીલ્લાઓમાં રાત્રી દરમિયાન ચોરી અને લૂંટ કરતી ગેંગ અમરેલી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે લેડી ડોન સાથે 9 લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ રેકી કરીને રાત્રે નીકળતી અને મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતી જે ગુનાને અંજામ આપ્યા બાદ 50 km પછી ફોન શરૂ કરતી હતી. આ ગેંગે 6 લૂંટ માટે 7 હત્યાઓ કરી છે. જ્યારે માત્ર 5 લૂંટ અને 4 ચોરી છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના આશરે 7થી 8 લાખના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

7 હત્યાની ઘટનાને અંજામ આપ્યો
મહત્વનું છે કે લેડી ડોન અને તેનો પતિ બોટાદના લાઠીદડ ગામે ઝુપડપટ્ટીમાં રહે છે. ચંદુભાઈ જીલીયા અને તેમની પત્ની લેડી ડોન ઉજીબેન ઉર્ફે બાવલી ગુન ક્યાં કરવો તે નક્કી કરતા હતાં. ગુના કરવાના સ્થળથી 50 km પહેલા ફોન સ્વીચ ઓફ કરવામાં આવતો અને 9 સભ્યો ગુનાની રેકી કરેલા સ્થળ પર પહોંચીને લૂંટને અંજામ આપતા હતા. ખાસ કરીને વાડી વિસ્તારમાં આ ગેંગ જતી હતી અને જે તે વાડી વિસ્તારના રહેણાકી ઘરમાં ઘૂસીને લેડી ડોન પુરુષના કપડામાં અને તેના સભ્યો લાકડી ધોકા અને તીક્ષ્ણ હથિયાર વડે મકાનમાં રહેતા લોકોને માર મારતા અને જરૂર પડ્યે રહેસી નાખતા હતા. આ આરોપીઓએ ભાવનગર જ નહી પણ સુરેન્દ્ર નગર,અમદાવાદ ગ્રામ્ય,અમરેલી ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ગુના આચરી ચુકી છે.