લોકસભા / મોદી અદાણી-અંબાણીના ચોકીદાર, અમારી સરકારોએ ખેડૂતોનું દેવું માફ કર્યું ગુજરાત સરકારે ન કર્યું: રાહુલ

rahul gandhi came in mahuva for loksabha election

  • ન્યાય યોજનાના પૈસા માલ્યા અને લલિત મોદી જેવા ચોરોના ખાતામાંથી આવશે: રાહુલ ગાંધી
  • નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરી અર્થવ્યવસ્થા ખોરવી નાંખી: રાહુલ  

DivyaBhaskar.com

Apr 15, 2019, 06:52 PM IST

મહુવા: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં બંને પક્ષો પ્રચાર કરી રહ્યા છે. કોડીનારમાં અમિત શાહની સભા યોજાઇ હતી. ત્યારે ભાવનગરના મહુવાના વિજપડી પાસે આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરાયું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે જનસભાનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધી સભાસ્થળે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. અમારી સરકારોએ રાજસ્થાન,છત્તીસગઢ, MPમાં ખેડૂતોના દેવા માફ કર્યાં, ગુજરાત સરકારે દેવા માફ ન કર્યું. ન્યાય યોજનાના પૈસા માલ્યા અને લલિત મોદી જેવા ચોરોના ખાતામાંથી આવશે

દરરોજ એક ઉદ્યોગપતિનું દેવું માફ થવાની વાત સંભળાય છેઃ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોડો આવ્યો માફ કરજો. જનતાએ મોદી પર ભરોસો કરી પ્રધાનમંત્રી બનાવ્યા છે. ગુજરાતે 26 સીટ આપી મોકલ્યા, ભરોસો હતો કે કંઇક કરશે. પરંતુ મોટા વાયદા કર્યા. રોજગારી, 15 લાખની વાત બધું જ ખોટુ નીવડ્યું. ભારતની સરકાર દર વર્ષે 72 હજાર રૂપિયા 25 કરોડ લોકોને આપી શકે છે. મોદી સરકારે 15 લાખ રૂપિયા આપવાની વાત કરી જે જુઠુ સાબિત થયું. જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ નામ આપું છું. દેશના લોકોને દિલ પર ઘા કર્યો છે આ સરકારે. દરરોજ અમે સાંભળીએ છીએ કે કોઇ એક ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. મોદીએ નોટબંધી કરી તેમાં અર્થતંત્રના ચીથરાં ઉડી ગયા. પુરૂષોને ઉદાસીન નહીં કરૂ.

અમે ચૂંટણી જીતીશું તો ન્યાય યોજના લાગુ કરીશું: નરેન્દ્ર મોદીએ 5 વર્ષમાં કરેલા અન્યાય માટે ન્યાય યોજના લાવ્યા છીએ. જે 2019ની ચૂંટણી જીતતાની સાથે જ લાગુ કરવામાં આવશે. ન્યાય યોજના મારફત 5 કરોડ પરિવારોને સહાય આપવામાં આવશે. જેમાં મહિલાઓના ખાતામાં 72 હજાર આપવામાં આવશે. મેં કહ્યું હતું કે, કોંગ્રેસ સરકાર લાવો, હું ખેડૂતોના દેવા માફ કરીશ. ગુજરાતમાં ન કરી શક્યો બાકી રાજસ્થાન સહિત 3 રાજ્યોમાં કરી દીધા છે. જ્યાં સરકાર બને ત્યાં અમે ખેડૂતોના દેવા માફ કરી દઇએ છીએ. અગાઉ બે બજેટ બનતા હતા, 2019 પછી કોંગ્રેસ આવશે એટલે બે બજેટ બનશે. એક નેશનલ બજેટ અને એક કોંગ્રેસ બજેટ. અનિલ અંબાણી, નીરવ મોદી, વિજય માલ્યા સહિતના અરબપતિ જેલમાં નથી. ખેડૂતો લોન ભરપાઈ ન કરે તો જેલ થાય છે.
કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતના દિલનું દર્દ દૂર કરીશ. સરકાર બનશે તો દેવા મામલે એક પણ ખેડૂતને જેલમાં નહીં જવું પડે. અદાણી અને અંબાણીના ચોકીદાર મોદી છે. અમારી સરકાર આવશે તો 22 લાખ સરકારી નોકરી એક વર્ષમાં આપવામાં આવશે.

શું કહ્યું હાર્દિક પટેલે: હાર્દિક પટેલે જય જવાન જય કિશાનના નારા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ભાજપ કોંગ્રેસ સામે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. થોડા સમય પહેલા મહુવામાં ખેડૂતો પર લાઠી વરસાવવામાં આવી હતી. અમરેલી, ભાવનગરના ઉમેદવારને મજબૂત બનાવવા અને સરકાર બનાવવામાં પ્રજાનો જોશ જોવા મળે છે. આવનારા દિવસો ખેડૂત, યુવાન અને રોજગારી માટેના છે. ભાજપ સરકારનું સાશન છે છતાં હજુ સુધી ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. જવાન શહીદ થાય તો તેના પરિવારને પૂરતું વળતર આપવાનું વચન કોંગ્રેસ સરકારે આપ્યું હતું. જો ભાજપ જીતશે તો આપણે ચૂંટણી કાર્ડ શોકેસમાં મુકવા પડશે, આ માણસ 2019 પછી ચૂંટણી દૂર કરવાના મૂડમાં છે. આપણે કોંગ્રેસના પંજાને મત આપવાની જરૂર છે. ગુજરાતના ખેડૂતો અને યુવાનોનું અપમાન મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું છે. ભાજપને અહંકાર અને અભિમાન છે. 23 તારીખે આપણે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠક પર કોંગ્રેસને જીતાડવાની છે.

કોંગ્રેસના નેતાઓની હાજરી: જનસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, બાબુ માંગુકીયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયા સહિત સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સભાસ્થળે આવી પહોંચ્યા છે.

(તસવીર: જયદેવ વરૂ, અમરેલી)

X
rahul gandhi came in mahuva for loksabha election
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી