તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોઘા રોડ પરથી 20 હજાર લોકોની દરરોજ જોખમી અને ગેરકાયદે મુસાફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોજગારી માટે શહેરમાં આવવું ફરજિયાત છે પણ પરિવહન સેવા સીમિત
  • હોઇદડ ગામમાં છેલ્લા 25 વરસથી એક પણ બસ આવતી નથી
  • છેલ્લા 10 વર્ષમાં ટેમ્પાની સંખ્યા ઘટી, મજબુરીને કારણે મુસાફરી કરવી પડે
ભાવનગર: સરકારી બસ છોડીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી એ લોકોનો શોખ નહીં મજબૂરી છે. ભાવનગર જીલ્લાના મોટાભાગના રૂટો છકડો, ટેમ્પો, રીક્ષા, ટેક્સી જેવાં વાહનોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. શહેરના ઘોઘા જકાતનાકાથી લઇને મીઠીવીરડી સુધીના રોડ પર રોજના રોજના 100થી વધુ ખાનગી વાહનો દિવસભર મુસાફરોની હેરાફેરી કરે છે અને રોજના 25 જેટલાં ગામોના 20 હજારથી વધુ મુસાફરોનું પરિવહન કરે છે. આ સ્થિતિ માટે એસટીની મર્યાદીત થતી જતી બસ સેવા જવાબદાર છે. 

ઘોઘા પંથકના 25થી વધુ ગામોના 20 હજારથી વધુ લોકો રોજ ખાનગી વાહનો થકી ભાવનગર શહેરમાં ઠલવાય છે. ભાવનગર આવનારા લોકોમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ અને દિરાઘસુઓનો સમાવેશ થાય છે અને ત્યાર પછીના ક્રમે લીમડીયુમાં તથા અન્ય સ્થળે વિવિધ પ્રકારની મજૂરી માટે આવતા લોકોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત પ્રસંગોપાત્ત આવતા લોકોની સંખ્યા પણ નાની નથી હોતી.

ભાવનગર એસટીને 120 જેટલા કંડકટરોની ઘટ છે તે ચાલુ માસના અંત સુધીમાં મળી જશે અને ભાવનગર જીલ્લામાં અનેક નવા રૂટ શરૂ કરવામાં આવશે. ઘોઘા પટ્ટીના ગામોની માંગોને એમાં ધ્યાને લઇને લોકોને વધુને વધુ બસ ઉપલબ્ધ થાય તેવું કરવામાં આવશે- એ.કે. પરમાર, ડીવીઝનલ કંટ્રોલર, ભાવનગર એસટી

ખાનગી વાહનોની મુસાફરીનો ક્રેઝ ખતમ થવાને બદલે વધ્યો છે. જો કે છેલ્લા 10 વર્ષમાં ટેમ્પાની સંખ્યા ઘટી છે અને મોટી સાઇઝની પેસેન્જર રીક્ષા તથા કાર અને નાના ટેમ્પાઓ તથા છકડોનું પ્રમાણ વધ્યું છે. લોકોને મજબુરીને કારણે આ જોખમી ગેરકાયદે મુસાફરી કરવી પડે છે- મુકેશ દિહોરા, સામાજીક અગ્રણી

એ સમય એવો હતો કે જૂના જમાનામાં અમારા અંતરિયાળ કહી શકાય એવા હોઇદડ ગામમાં રોજની 2 બસ આવતી હતી. છેલ્લા 25 વરસથી એક પણ બસ આવતી નથી. આજે ગામના 60થી વધુ વિદ્યાર્થીઓને 3 કિલોમીટર ચાલીને હોઇદડના પાટિયે એટલે કે ગુંદી સુધી ચાલીને જવું પડે છે- નરવીરસિંહ, રહીશ, હોઇદડ

અન્ય સમાચારો પણ છે...