તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોપ થ્રી નજીક રિંગ રોડ પાસે જાહેરમાં પતિએ પત્નીને જીવતી સળગાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર
  • પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી
ભાવનગર: ભાવનગર શહેરના ગાયત્રીનગર વારાહી સોસાયટી પાસે આવેલ પ્લોટ નં. 56/બીમાં રહેતા વાળા હીરાબેન શંકરભાઇ (ઉ.58) સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર કેરોસીન છાંટીને જાત જલાવી દીધી હતી. પોતાના ઘરના ફળિયામાં જ કેરોસીન છાંટીને જાત જલાવી આપઘાત વહોરી લેતા તેના પતિ અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને તેમને બચાવવા માટે ભારે પ્રયત્ન કર્યો હતો. જો કે પત્નીને સળગેલી હાલતમાં જોતાં પતિએ તેને બચાવવા માટે તેની સામે દોડ્યા હતા જેમાં તે પણ દાઝી ગયા હતા. જો કે ગંભીર રીતે સળગેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા ભરત નગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલા છેલ્લા બે માસથી ટીબીની બીમારીથી પીડાતા હતા જેના કારણે તેમને કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.